હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે ખોલવા ઈરાનનો મોટો નિર્ણય: ઓઈલ-ગેસમાં મળશે રાહત
April 17, 2026
હોર્મુઝની ખાડી બંધ થઈ જવાના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસનું સંકટ સર્જાયું હતું. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો. જે બાદ ઈરાને હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર પર રોક લગાવી દીધી હતી. હોર્મુઝની ખાડી બંધ થઈ જવાના કારણે વિશ્વના અનેક દેશોમાં LPG, LNG તથા પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ હતી અને દરિયાઈ માર્ગે જહાજોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. અનેક દેશોમાં ગેસ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો પણ થયો હતો. વિશ્વભરમાં થતી અસરને જોતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈરાનને વારંવાર હોર્મુઝની ખાડી ખોલવા દબાણ કરી રહ્યા હતા. આ સિવાય યુરોપિયન દેશો પણ આ મામલે સતત દબાણ કરી રહ્યા હતા.
અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સાથે સીઝફાયરની જાહેરાત કર્યા બાદ હોર્મુઝ અંગે આશા જાગી હતી. જોકે ઈઝરાયલે લેબેનોન પર સતત હુમલા કરતાં ઈરાન ભડક્યું હતું. ઈરાને શરત મૂકી હતી કે યુદ્ધવિરામ માત્ર અમારી સાથે જ નહીં લેબેનોન સાથે પણ થવું જોઈએ. ઈરાને કહ્યું હતું કે જ્યાં સુધી ઈઝરાયલ લેબેનોન પર હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી હોર્મુઝની ખાડી ખોલવામાં આવશે. જોકે હવે ગુરુવારે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થતા જ ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખોલવાનો નિર્ણય લીધો છે. હવેથી ઈરાનના બંદરો અને મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવેલા કોઓર્ડિનેટેડ રૂટ પર જહાજો પસાર થઈ શકશે
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026