ખાડી દેશોને ઈરાનનું 'ડેથ' અલ્ટીમેટમ: અમેરિકન સૈનિકોને હોટલમાં રાખ્યા, તો બોમ્બથી ઉડાવી દઈશું!
March 27, 2026
તેલઅવીવ ઃ ઈઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતના હોટેલ માલિકોને એક 'અલ્ટીમેટમ' આપ્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે, 'જો તેઓ અમેરિકન સૈનિકોને હોટલમાં રાખશે તો તેમની સંપત્તિ કાયદેસર લશ્કરી લક્ષ્યો બની શકે છે અને અમે તેને બોમ્બથી ઉડાવી દઈશું.'
બીજી તરફ એક સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે આ ચેતવણી એ તમામ ઠેકાણા પર લાગુ થાય છે જે વિદેશી સૈનિકોને આશ્રય આપે છે અને જો આવી ગતિવિધિઓ ચાલું રહેશે તો આ ચેતવણી તત્કાલ અસરથી લાગુ થઈ જશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકન સૈનિકોએ સમગ્ર પ્રદેશમાં નાગરિક સ્થળો પર પોતાની હાજરી સ્થાપિત કરી લીધી છે. આમાં બેરૂતના જૂના ઍરપૉર્ટ નજીક એક લોજિસ્ટિક્સ બેઝ અને દમાસ્કસમાં રિપબ્લિક પેલેસ, ફોર સીઝન્સ અને શેરેટોન હોટલમાં ચલાવવામાં આવી રહેલી સલાહકાર ગતિવિધિઓ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે આ અઠવાડિયે અમેરિકન મરીન સૈનિકોને ઈસ્તંબુલ અને સોફિયા થઈને જીબુટી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ મોકલવામાં આવ્યા છે.
આ અગાઉ ગુરુવારે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ખાડી આરબ દેશોની હોટલોને અમેરિકન સૈનિકોનો સ્વીકાર ન કરવાની ચેતવણી આપી હતી. તેમણે આ સૈનિકો પર પોતાના ઠેકાણા છોડીને નાગરિક સ્થળોનો ઉપયોગ પોતાની ઢાલ તરીકે કરવાનો આરોપ લગાવ્યો હતો. અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'આ યુદ્ધની શરૂઆતથી જ અમેરિકન સૈનિકો GCC(ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ)ના સૈન્ય ઠેકાણાથી ભાગીને હોટલ અને ઑફિસોમાં છુપાઈ ગયા છે. તેઓ GCC નાગરિકોનો 'માનવ ઢાલ' તરીકે ઉપયોગ કરી રહ્યા છે.'
Related Articles
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનનો હુમલો: ISISના આતંકી ઠેકાણા નષ્ટ કર્યાનો દાવો
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનનો હુમલો: ISISના...
Jun 19, 2026
યુકેના રાજકારણમાં ઉલટફેર: 'કિંગ ઑફ ધ નોર્થ'ની જીતથી PM સ્ટાર્મરની ખુરશી ડગમગી
યુકેના રાજકારણમાં ઉલટફેર: 'કિંગ ઑફ ધ નોર...
Jun 19, 2026
ઈઝરાયલના ભીષણ હુમલામાં લેબેનૉનમાં 18ના મોત, અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર બે જ દિવસમાં સંકટ!
ઈઝરાયલના ભીષણ હુમલામાં લેબેનૉનમાં 18ના મ...
Jun 19, 2026
'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી
'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહી...
Jun 17, 2026
લેબનોનમાંથી ઇઝરાયેલની સેના હટશે પછી જ શાંતિ કરાર પૂરો થશે: ઇરાન
લેબનોનમાંથી ઇઝરાયેલની સેના હટશે પછી જ શા...
Jun 17, 2026
ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16% નો કડાકો; ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા
ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16% નો ક...
Jun 17, 2026
Trending NEWS
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026