ઈઝરાયલે ગાઝામાં શાળામાં રહેતા શરણાર્થીઓ પર કર્યો હુમલો, 30ના મોત

May 26, 2025

ગાઝા : ઈઝરાયલે રવિવારે મોડી રાત્રે ગાઝામાં અનેક સ્થળોએ હુમલા કર્યો. આ હુમલાઓમાં એક શાળાને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેમાં પત્રકાર અને રેડ ક્રોસના કાર્યકર્તા સહિત 30ના મોત થયાના રિપોર્ટ મળ્યા છે.  શાળામાં લાગેલી આગમાં લોકો જીવતા બુજાયા હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ તે એક કિન્ડરગાર્ટન સ્કૂલ હતી, અને આ શાળાનો ઉપયોગ શરણાર્થી શિબિર તરીકે થઈ રહ્યો હતો.


આ હુમલામાં બે રેડ ક્રોસના કાર્યકરો, એક પત્રકાર અને કેટલાક બાળકોનો મોત થયા છે. આ અંગે મળેલા રિપોર્ટ પ્રમાણે સોમવારે ગાઝામાં ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોનાં મોત થયા છે. તો બીજી બાજુ સ્પેને માંગ કરી છે કે વિશ્વભરના દેશો ઇઝરાયલ પર પ્રતિબંધો લાદે. ગાઝા પર 23 મેના રોજ ઇઝરાયલી હુમલામાં ખાન યુનિસના મહિલા ડોક્ટર ડૉ. અલ-નજ્જરના નવ બાળકો માર્યા ગયા હતા, જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 7 મહિનાથી 12 વર્ષ સુધીની હતી. આ હુમલામાં ડોક્ટરના પતિને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.