ઇઝરાયલ ફરી ઇરાન પર તૂટી પડયું : શસ્ત્રો બનાવતા કારખાના ઉપર હુમલા
March 27, 2026
- ઇરાને વળતા હુમલામાં ખાડી દેશો પર મિસાઇલ્સ અને ડ્રોન્સથી હુમલા શરૂ કર્યા : બહેરિન, કતાર અને યુ.એ.ઇ.માં સાયરનો ગર્જી : કુવૈતમાં સુવૈખ પૉર્ટને ભારે નુકસાન
નવી દિલ્હી : ઈજીપ્ત તુર્કી અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે ફૉન ઉપર વાતચીત ચાલી રહી છે. જેથી ઇરાન અને અમેરિકા વચ્ચે સીધી મંત્રણાનો કોઈ માર્ગ નીકળી શકે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં સૈનિકો મોકલવા નિર્ણય લીધો છે. સામે, ઇરાને લશ્કરમાં ભરતી શરૂ કરી દીધી છે. તેવામાં ઇઝરાયલે ઇરાન ઉપર ફરી હુમલા શરૂ કરી દીધા છે. હવે 'શાંતિ મંત્રણા' કે સમાધાનની કોઈ આશા જ રહી નથી.
શુક્રવારે ઇઝરાયેલે તહેરાનની વચ્ચોવચ રહેલી બેલાસ્ટિક મિસાઇલ્સ પ્રોડક્શન સાઇટ્સ તથા અન્ય શસ્ત્ર નિર્માણ કેન્દ્રો પર હુમલા શરૂ કરી દીધા છે. સાથે, પશ્ચિમ ઇરાનમાં મિસાઇલ- લૉન્ચર તથા મિસાઇલ ભંડારને નિશાન બનાવ્યા છે. આથી ધૂંધવાઈ ઉઠેલા ઇરાને ખાડી દેશો ઉપર મિસાઇલ્સ અને ડ્રૉન્સ વહેતા મૂક્યા છે. તેથી બહેરિન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતમાં સાયરનો ગર્જી ઉઠી હતી. કુવૈતમાં સુવૈખ પૉર્ટને ભારે નુકસાન થયું છે પરંતુ હજી સુધી કોઈ હતાહતના આંક મળ્યા નથી. બીજી તરફ લેબેનોનના પાટનગર બૈરૂત ઉપર પણ ધુમાડાના વાદળો ફેલાઈ રહ્યા હતા. જ્યારે ઇઝરાયલે હવાઈ હુમલા સામે રક્ષણની તમામ તૈયારીઓ કરી જ દીધી છે. અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે 'શાંતિ મંત્રણા' સારી રીતે આગળ વધી રહી હોવાનું જણાવતા સાથે હોર્મુઝ સ્ટ્રેઇટ્સ ખોલવા માટે ઇરાને આપેલી સમય રેખા ૬ઠ્ઠી એપ્રિલ સુધી વધારી છે. છતાં ઇરાને કોઈ પણ વાતચીત કરવા ઇન્કાર કરી દીધો છે. ટ્રમ્પ- તંત્રે ઇરાનને ૧૫ સૂત્રોનો યુદ્ધવિરામ પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં પરમાણુ કાર્યક્રમ પર રોક તથા હોર્મુઝ સ્ટ્રેઇટ ફરી ખોલવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ તેમણે પાકિસ્તાન દ્વારા મોકલ્યો છે. ઇરાને તેનો અસ્વીકાર કરતા સામા પંચ-સૂત્રીય પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં ઇરાનને થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર આપવાની તથા હોર્મિઝ સ્ટ્રેઇટસ ઉપર પોતાના સાર્વભૌમત્વની માગણી કરી છે. બીજી તરફ ઇજીપ્ત, તુર્કી અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે ફૉન ઉપર વાતચીત થઈ રહી છે જેથી અમેરિકા- ઇઝરાયેલ વચ્ચે સીધી મંત્રણા માટે માર્ગ નીકળી શકે.
Related Articles
'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી
'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહી...
Jun 17, 2026
લેબનોનમાંથી ઇઝરાયેલની સેના હટશે પછી જ શાંતિ કરાર પૂરો થશે: ઇરાન
લેબનોનમાંથી ઇઝરાયેલની સેના હટશે પછી જ શા...
Jun 17, 2026
ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16% નો કડાકો; ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા
ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16% નો ક...
Jun 17, 2026
ચીનની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરુ કર્યું, ભારત સામે મોટું સંકટ
ચીનની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડે...
Jun 17, 2026
'ઈઝરાયલ કરતાં સિરિયા વધુ સારી રીતે લડી શકે છે...', ટ્રમ્પે ફરી નેતન્યાહૂ પર કાઢી ભડાસ
'ઈઝરાયલ કરતાં સિરિયા વધુ સારી રીતે લડી શ...
Jun 16, 2026
એરપોર્ટ પર ઉભેલા પરિવારોની નજર સામે જ પ્લેન ક્રેશ! 11 સ્કાય ડાઈવર્સ સહિત 12ના મોત
એરપોર્ટ પર ઉભેલા પરિવારોની નજર સામે જ પ્...
Jun 16, 2026
Trending NEWS
17 June, 2026
17 June, 2026
17 June, 2026
16 June, 2026
16 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026