લેબનોનમાં ઈઝરાયલનો ટાર્ગેટેડ હુમલો, હિઝબુલ્લાહના 'રાદવાન ફોર્સ'ના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ
March 22, 2026
તહેરાન : ઈરાન યુદ્ધ વચ્ચે ઈઝરાયલે લેબનોનમાં પણ મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ(IDF)એ રવિવારે સત્તાવાર જાહેરાત કરી છે કે શનિવારે દક્ષિણ લેબનોનના મજદલ સેલમ વિસ્તારમાં કરવામાં આવેલા ટાર્ગેટેડ હુમલામાં હિઝબુલ્લાહના કુખ્યાત 'રાદવાન ફોર્સ'ના સ્પેશિયલ ફોર્સ કમાન્ડર અબુ ખલીલ બરજીને ઠાર કરવામાં આવ્યો છે. તે હિઝબુલ્લાહના સૌથી શક્તિશાળી યુનિટ 'રાદવાન ફોર્સ' ના સ્પેશિયલ ફોર્સિસનો કમાન્ડર હતો. તે ઘણા વર્ષોથી આ સંગઠનમાં સક્રિય હતો. IDFના જણાવ્યા અનુસાર, બરજીના નેતૃત્વ હેઠળનું યુનિટ મુખ્યત્વે ઈઝરાયલી સૈનિકો પર હુમલા કરવા માટે જવાબદાર હતું. IDFના જણાવ્યા મુજબ દક્ષિણ લેબનોનના મજદલ સેલ્મ વિસ્તારમાં થયેલા હુમલામાં બરજીની સાથે અન્ય બે આતંકીઓ પણ માર્યા ગયા છે. રવિવારે વહેલી સવારે લેબનોનમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણાઓ પર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 10થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે. જેમાં સ્પેશિયલ ફોર્સ કમાન્ડર અબુ ખલીલ બરજી પણ સામેલ છે.
સૈન્ય કાર્યવાહી દરમિયાન આતંકીઓના અડ્ડાઓ પરથી રોકેટ સહિત મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. ઈઝરાયલી સેનાના મતે આ હથિયારોનો ઉપયોગ ઇઝરાયલ અને IDFના સૈનિકો પર હુમલો કરવા માટે થવાનો હતો. મહત્વનું છે કે આ એક્શન બાદ પણ રવિવારે બપોરે IDFએ ફરી એકવાર દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. શનિવારે દક્ષિણ લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન 'ગિવાતી બ્રિગેડ'ના જવાનો અને હિઝબુલ્લાહના આતંકીઓ વચ્ચે સીધી અથડામણ થઈ હતી.
Related Articles
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનનો હુમલો: ISISના આતંકી ઠેકાણા નષ્ટ કર્યાનો દાવો
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનનો હુમલો: ISISના...
Jun 19, 2026
યુકેના રાજકારણમાં ઉલટફેર: 'કિંગ ઑફ ધ નોર્થ'ની જીતથી PM સ્ટાર્મરની ખુરશી ડગમગી
યુકેના રાજકારણમાં ઉલટફેર: 'કિંગ ઑફ ધ નોર...
Jun 19, 2026
ઈઝરાયલના ભીષણ હુમલામાં લેબેનૉનમાં 18ના મોત, અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર બે જ દિવસમાં સંકટ!
ઈઝરાયલના ભીષણ હુમલામાં લેબેનૉનમાં 18ના મ...
Jun 19, 2026
'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી
'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહી...
Jun 17, 2026
લેબનોનમાંથી ઇઝરાયેલની સેના હટશે પછી જ શાંતિ કરાર પૂરો થશે: ઇરાન
લેબનોનમાંથી ઇઝરાયેલની સેના હટશે પછી જ શા...
Jun 17, 2026
ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16% નો કડાકો; ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા
ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16% નો ક...
Jun 17, 2026
Trending NEWS
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026