ઈઝરાયલનો ગાઝા પર ફરી હુમલો, 93ના મોત, કાટમાળ નીચે અનેક દબાયા
May 16, 2025
જેરુસેલમ : હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલે ગાઝા પર ફરી ભયાનક હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 93 લોકોના મોત થયા હોવાના તેમજ અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ એક પત્રકારે ઈન્ડોનેશિયન હૉસ્પિટલમાં 93 મૃતદેહોની ગણતરી થઈ હોવાની પુષ્ટી કરી છે. જ્યારે ઈજાગ્રસ્તો અને બચાવ કર્મચારીઓએ કહ્યું કે, અનેક લોકો કાટમાળ નીચે દબાયા છે. ઈઝરાયલે ગાઝા પર સતત ત્રીજા દિવસે ઘાતક હવાઈ હુમલા કર્યા છે. આ પહેલા તેણે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેર પર ગુરુવારે (15 મે) ભયાનક હુમલા કર્યા હતા, જેમાં 54 લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બુધવારે (14 મે) ઉત્તર અને દક્ષિમ ગાઝામાં કરાયેલા હુમલામાં બે ડઝન બાળકો સહિત 70 લોકોના મોત થયા હતા.
સાત ઑક્ટોબર-2023ના રોજ હમાસે દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કરી 1200 લોકોને મારી નાખ્યા હતા. જવાબમાં ઈઝરાયલ ગાઝામાં સતત લશ્કરી કાર્યવાહી કરી હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 53,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાખો લોકોને વિસ્થાપિત થવા મજબૂત થવું પડ્યું છે.
Related Articles
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026