ITની સૌથી મોટી રેડ: પૈસા ગણવા 36 મશીન-ટ્રક બોલાવી પડી, 10 દિવસ ચાલી કાર્યવાહી
November 30, 2024
ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઈન્કમ ટેક્સ રેડ ઓડિશામાં હાથ ધરવામાં આવી હતી, જે 10 દિવસ સુધી ચાલી હતી. આ રેડમાં આવકવેરા અધિકારીઓએ દારૂ બનાવતી કંપની બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડના અનેક વિભાગો પર રેડ પાડી હતી. જેમાં 352 કરોડ રૂપિયાની જંગી બેનામી રકમ મળી આવી હતી. માહિતી પ્રમાણે આ રેડ ખાસ કરીને તેના કદ અને જટિલતાને કારણે સમાચારમાં ખૂબ જ ચર્ચામાં હતી. તેમજ ઈન્કમ ટેક્સ વિભાગનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે.
આ રેડ દરમિયાન ઈન્કમ ટેક્સ વિભાગે જમીનની નીચે દટાયેલી કિંમતી ચીજવસ્તુઓને ઓળખવા માટે સ્કેનિંગ વ્હીલવાળા મશીનનો ઉપયોગ જ ન કર્યો, પરંતુ આ કામગીરી માટે 36 નવા મશીનોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કરીને નોટોની ગણતરી કરી શકાય. આટલી મોટી રકમ મળ્યા બાદ આવકવેરા વિભાગે વિવિધ બેંકોના કર્મચારીઓને મદદ માટે બોલાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વિશાળ પ્રમાણમાં મળેલી રકમની ગણતરી અને સુરક્ષા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂર પડી હતી.
આવકવેરા વિભાગને રેડ દરમિયાન મળેલી રકમ ટ્રકમાં લોડ કરી, કડક સુરક્ષા વચ્ચે વિભાગની ઓફિસમાં જમા કરાવ્યા. આ ઓપરેશનની સફળતાની ગાથાએ આવકવેરા વિભાગની કુશળતા અને સમર્પણને ઉજાગર કર્યું હતું.
તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે આ રેડ આગેવાની કરનાર ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓને સન્માનિત કર્યા હતા, જેમાં મુખ્ય આવકવેરા તપાસ નિર્દેશક એસકે ઝા અને વધારાના નિર્દેશક ગુરપ્રીત સિંહનો સમાવેશ થાય છે.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026