કાર્તિક સગીર તરુણીને ડેટ કરતો હોવાનું પકડાયું, પુરાવા ભૂંસ્યા

January 07, 2026

મુંબઇ : ૩૫ વર્ષનો કાર્તિક આર્યન ૧૭ વર્ષની એક તરુણીને ડેટ કરતો હોવાની કેટલીક તસવીરો વાયરલ થતાં તે ભારે ટ્રોલ થયો હતો. હજુ પુખ્ત વયે નહિ પહોચેલી તરુણી સાથે ડેટિંગ માટે સોશિયલ મીડિયા યૂૂઝર્સ દ્વારા કાર્તિકની ઝાટકણી કાઢવામાં આવી હતી. બાદમાં કાર્તિક અને આ વિદેશી યુવતી બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધાં હતાં. નવાં વર્ષની ઉજવણી માટે કાર્તિક કરીના કુબિલિઉતે નામની મૂળ યુકેની તસવીરો સાથે  ગોવામાં હોવાનું કેટલીક તસવીરો પરથી સ્પષ્ટ થયું હતું. બંનેએ એક જ લોકેશન પરથી એકસમાન તસવીરો શેર કરી હતી તે પરથી તેઓ  ડેટિંગ કરી રહ્યાં હોવાનું તારણ વ્યક્ત કરાયું હતું. જોકે, આ અંગે વિવાદ વધ્યા બાદ કાર્તિકે અને કરીનાએ એકબીજાને અનફોલો કરી દીધાં હતાં. તેના પરથી કાર્તિક કશુંક છૂપાવી  રહ્યો હોવાની શંકા મજબૂત બની હતી. એક સગીર તરુણી સાથે રોમાન્સની વાત કાર્તિકની ઈમેજને ફટકો પહોંચાડી શકે તેમ હોવાથી તેને આ ડેટિંગની વાત છૂપાવવાની સલાહ અપાઈ હોય તેવી અટકળો વ્યક્ત થઈ હતી. આઉટ સાઈડર તરીકે ઈન્ડસ્ટ્રી પોતાને અન્યાય કરતી હોવાનું વિક્ટિમ કાર્ડ રમતા રહેતા કાર્તિકનું નામ અગાઉ સારા અલી ખાન, જાહ્નવી કપૂર તથા અનન્યા પાંડે સહિતની અભિનેત્રીઓ સાથે સંકળાઈ ચૂક્યું છે. કાર્તિકે હાલમાં તેની વધુ એક સહકલાકાર શ્રીલીલા સાથે પણ તેના રોમાન્સની વાત ચગાવી હતી.