કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
May 14, 2026
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે પોતાની જ પાર્ટીના સભ્યોને ગંભીર ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો તેમના નેતૃત્વ સામે કોઈ પડકાર ફેંકવામાં આવશે, તો લેબર પાર્ટી 'અરાજકતા'માં ધકેલાઈ જશે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના નબળા દેખાવ બાદ સ્ટારમરને હટાવવાની અટકળો તેજ બની છે. આ અસ્થિરતા વચ્ચે સ્ટારમરે મંત્રીઓને અપીલ કરી છે કે તેઓ પાર્ટીને વધુ અસ્થિર ન કરે.
બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગ વડાપ્રધાન સામે બળવો કરવાની અને નેતૃત્વ માટે પોતાનો દાવો રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેમને 81 લેબર સાંસદોના સમર્થનની જરૂર પડશે. બુધવારે સવારે તેઓ 10 ડાઉનિંગ સ્ટ્રીટ (વડાપ્રધાનનું નિવાસસ્થાન) ખાતે પણ જોવા મળ્યા હતા, પરંતુ 20 મિનિટમાં જ ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટનાક્રમ બાદ સ્ટારમર પરનું દબાણ સતત વધી રહ્યું છે.
સ્થાનિક ચૂંટણીમાં ભારે હાર બાદ મંગળવારે અનેક જુનિયર મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં, લેબર પાર્ટી સાથે જોડાયેલા 11 યુનિયનોએ સંયુક્ત નિવેદન બહાર પાડીને નેતૃત્વ પરિવર્તનની માંગ કરી છે. યુનિયનોનું કહેવું છે કે કીર સ્ટારમર આગામી ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરી શકશે નહીં, તેથી નવા નેતાની પસંદગી માટે અત્યારથી જ પ્લાન તૈયાર કરવો જોઈએ. બીજી તરફ, સ્કોટિશ નેશનલ પાર્ટીએ પણ સ્ટારમર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ધમકી આપી છે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026