ટ્રુડોના ભાષણ દરમિયાન ખાલિસ્તાની જિંદાબાદની નારેબાજી
April 29, 2024
ટોરોન્ટો : કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનો ખાલિસ્તાન પ્રત્યેનો પ્રેમ ફરી જાહેર થઇ ગયો છે. ટોરોન્ટો શહેરમાં ઉજવાયેલા ખાલસા ડે પર ભાષણ આપવા જ્યારે તેઓ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે ખાલિસ્તાન જિંદાબાદના
નારા લગાવવામાં આવ્યા હતા. ભાષણ દરમિયાન ટ્રુડોએ શીખ સમુદાયની કોઈપણ કિંમતે રક્ષા કરવાની પ્રતિજ્ઞા પણ લીધી અને કહ્યું કે હું હંમેશા શીખ સમુદાયના "અધિકારો અને સ્વતંત્રતાઓ"ની રક્ષા કરીશ.
ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છેલ્લા ઘણા મહિનાઓથી વણસેલા છે. કેનેડા નિજ્જર હત્યાકાંડમાં ભારતીય અધિકારીઓની સંડોવણીના ગંભીર આરોપો લગાવી રહ્યું છે.
બીજી તરફ, ભારતે આ આરોપોના જવાબમાં ઘણી વખત પુરાવા માંગ્યા, જે કેનેડાની સરકાર આજ સુધી રજૂ કરી શકી નથી. ખાલિસ્તાનને ઘણા મોરચે સમર્થન આપનાર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ રવિવારે બપોરે ખાલસા
ડે પરેડને સંબોધિત કરી હતી. તેમની સભામાં ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા.
જસ્ટિન ટ્રુડોની તાજેતરની ટિપ્પણી ડાઉનટાઉન ટોરન્ટોમાં ખાલસા ડે પરેડ દરમિયાન આવી હતી. ટ્રુડો તેમની સરકારના ચાર કેબિનેટ મંત્રીઓ અને લિબરલ પાર્ટીના ચાર સાંસદો સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ટ્રુડો જેવા સ્ટેજ
પર પહોંચ્યા કે સભામાં કેટલાક લોકોએ ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવવાનું શરૂ કરી દીધું. તેમણે સભામાં બહુ લાંબુ ભાષણ આપ્યું ન હતું. સભાને સંબોધતા, તેમણે કહ્યું, "કેનેડામાં લગભગ 8 લાખ શીખ સમુદાયના લોકો
રહે છે, અમે શપથ લઈએ છીએ કે અમે હંમેશા તમારા અધિકારો અને સ્વતંત્રતાઓનું રક્ષણ કરીશું અને તમારા સમુદાયને નફરત અને ભેદભાવથી બચાવીશું."
Related Articles
કેનેડામાં કેટલાક શહેરોમાં અંતિમ ક્રિયાનો ખર્ચ વધીને રૂા. 30 લાખ જેટલો પહોંચ્યો : કુટુમ્બીઓ શબ મૂકી ચાલ્યા જાય છે
કેનેડામાં કેટલાક શહેરોમાં અંતિમ ક્રિયાનો...
કેનેડા : રહેવા-જમવાનો ખર્ચ વધુ અને નોકરીમાં ફાંફાં
કેનેડા : રહેવા-જમવાનો ખર્ચ વધુ અને નોકરી...
May 18, 2024
'ન હિન્દુ ખુશ, ન તો શીખ, મુસ્લિમોનું સમર્થન પણ ઘટ્યું...' કેનેડામાં ચૂંટણી પૂર્વે સરવેથી ટ્રુડો ટેન્શનમાં
'ન હિન્દુ ખુશ, ન તો શીખ, મુસ્લિમોનું સમર...
May 17, 2024
કેનેડાના જંગલમાં લાગેલી ભીષણ આગ 25 હજાર એકરમાં ફેલાઈ, હજારો લોકો બેઘર, તેલનો ભંડાર ખતરામાં
કેનેડાના જંગલમાં લાગેલી ભીષણ આગ 25 હજાર...
May 16, 2024
કેનેડાની સરકારે ભારતની દિગ્ગજ આઈટી કંપનીને રૂ. 82 લાખની પેનલ્ટી ફટકારી
કેનેડાની સરકારે ભારતની દિગ્ગજ આઈટી કંપની...
May 14, 2024
કેનેડામાં સૌથી મોટી ચોરી, 500 કિલો સોનું અને ઘણા કેમેરા ગાયબ
કેનેડામાં સૌથી મોટી ચોરી, 500 કિલો સોનું...
May 13, 2024
Trending NEWS
20 May, 2024
19 May, 2024
May 20, 2024