પાસપોર્ટ સેવા 2.0 લોન્ચ, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, પોલીસ વેરિફિકેશનમાં નહીં લાગે સમય
June 28, 2025
પાસપોર્ટ ડેટા સુરક્ષિત રાખવા માટે સરકારે પાસપોર્ટ સેવા 2.0 જાહેર કરવાનો પણ નિર્ણય લીધો છે. 24મી જૂન 2025ના રોજ 13મા પાસપોર્ટ સેવા દિવસ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે પાસપોર્ટ સેવા 2.0 (ઈ-પાસપોર્ટ) પણ લોન્ચ કરી હતી. જેનાથી પાસપોર્ટ મેળવવાનું ખૂબ જ સરળ બન્યું છે. ઈ-પાસપોર્ટમાં ચિપ હોય છે અને તે ટેમ્પર પ્રૂફ પણ છે.
ઈ-પાસપોર્ટના ફાયદા
- ઈ-પાસપોર્ટની મદદથી વિદેશ મુસાફરી સરળ બનશે. આનાથી લોકોને ઍરપોર્ટ માટે ઓછી રાહ જોવી પડશે અને તેમના માટે એક દેશથી બીજા દેશમાં મુસાફરી કરવાનું સરળ બનશે.
- પાસપોર્ટ ધારક ડેટા ઈ-પાસપોર્ટમાં સ્થાપિત ચિપમાં સુરક્ષિત રખાશે, જેથી કોઈ ઇચ્છે તો પણ ડેટા સાથે છેડછાડ કરી શકશે નહીં.
- પાસપોર્ટ ધારકની વ્યક્તિગત અને બાયોમેટ્રિક માહિતી પણ ચિપમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે.
- ઈ-પાસપોર્ટ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશન(ICAO)ના નિયમોનું પાલન કરે છે. આવી સ્થિતિમાં આ પાસપોર્ટ સમગ્ર વિશ્વમાં માન્ય રહેશે.
પોલીસ વેરિફિકેશન પણ સરળ બન્યું
- પાસપોર્ટ માટે અરજી કર્યા પછી લોકોને પોલીસ વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પાસપોર્ટ મેળવવામાં મહિનાઓ લાગે છે. આ માટે વિદેશ મંત્રાલયે mPassport પોલીસ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી, પોલીસ વેરિફિકેશન ફક્ત 5-7 દિવસમાં પૂર્ણ કરી શકાય છે.
- ઈ-પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી?
- સરકારી વેબસાઇટ passportindia.gov.inની મુલાકાત લો. જો તમે આ વેબસાઇટ પર પહેલી વાર આવ્યા છો, તો પહેલા તમારું નામ, જન્મ તારીખ અને ફોન નંબર દાખલ કરીને રજિસ્ટ્રેશન કરો. ત્યારબાદ પોર્ટલમાં લોગ ઇન કરો.
- હવે ઈ-પાસપોર્ટ ઓપ્શન પર ક્લિક કરો અને ટ્રેવેલ ઈસ્ટ્રી સહિત તમારી બધી વ્યક્તિગત વિગતો ભરો.
- એપોઇન્ટમેન્ટ લેવા માટે સ્થાનિક પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) અથવા પોસ્ટ ઑફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર(POPSK)નો વિકલ્પ પસંદ કરો.
- પાસપોર્ટ ફી ચૂકવવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બૅંકિગનો ઉપયોગ કરીને ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- હવે તમારી સુવિધા મુજબ એપોઇન્ટમેન્ટ તારીખ અને સમય બુક કરો.
- પસંદ કરેલા સ્લોટ મુજબ PSK અથવા POPSK પર જાઓ. આ દરમિયાન બધા જરૂરી દસ્તાવેજો તમારી સાથે રાખવાનું ભૂલશો નહીં. અહીં તમારા બાયોમેટ્રિક્સ લીધા પછી પ્રક્રિયા પૂર્ણ થશે.
- તમારો પાસપોર્ટ આગામી થોડા દિવસોમાં તમારા આપેલા સરનામે પોસ્ટ દ્વારા પહોંચી જશે.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026