LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા છે : મોદી
March 29, 2026
ખાડી મુદ્દે કોંગ્રેસની ટિપ્પણીઓ ખતરનાક
પલક્કડ : કેરલમના પલક્કડમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અને તેના પર ભારતમાં થઈ રહેલી રાજનીતિને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું કે, "કોંગ્રેસ રાજકીય ફાયદા માટે સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે."
પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવ પર ભારત સરકારની સક્રિયતા અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, સરકાર સતત પ્રયત્નશીલ છે કે આ યુદ્ધની ભારત પર ઓછામાં ઓછી અસર પડે. તેમણે જણાવ્યું કે, "જ્યારથી યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી હું વિશ્વના નેતાઓના સંપર્કમાં છું. તમામ દેશો સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે." પીએમએ ઉમેર્યું કે, કોંગ્રેસ દ્વારા ખાડી દેશોના મુદ્દે કરવામાં આવતી ટિપ્પણીઓ અત્યંત ખતરનાક છે, જે ત્યાં વસતા અંદાજે 1 કરોડ ભારતીયોની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.
કેરલમના ખેડૂતોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યમાં ડાંગરની ખરીદીમાં વિલંબ અને સમયસર નાણાં ન મળવાને કારણે હજારો ખેડૂતો પરેશાન છે. તેમણે ખાતરી આપી હતી કે, "ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન જો કોઈ કરી શકે તેમ હોય તો તે ભાજપ છે. અમે MSPમાં પણ વધારો કર્યો છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને લાભ આપવાને બદલે તેમને દેવામાં ધકેલી રહી છે. NDA સરકાર આવશે તો ખેડૂતોને આ સમસ્યામાંથી ચોક્કસ રાહત મળશે, આ મોદીની ગેરંટી છે."
વડાપ્રધાને કેરલમના બંને મુખ્ય રાજકીય ગઠબંધન LDF અને UDF પર નિશાન સાધતા કહ્યું કે, આ બંને પક્ષો ભ્રષ્ટાચારી છે અને ભાજપથી ડરેલા છે. તેમણે આરોપ લગાવ્યો કે, દાયકાઓથી આ બંને પક્ષોએ મોટા કૌભાંડો કર્યા છે, પરંતુ એકબીજા સામે ક્યારેય કાર્યવાહી કરતા નથી. તેમણે જનતાને વિશ્વાસ અપાવ્યો કે જો ભાજપ સત્તામાં આવશે તો આ તમામ કૌભાંડોની તપાસ કરવામાં આવશે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026