જાણો આલિયા ભટ્ટ કયા મેન્ટલ ડિસઓર્ડરથી પીડાઈ રહી છે, જાહેરમાં જિગરો બતાવતાં કબૂલ્યું

October 16, 2024

આલિયા ભટ્ટ બાળપણથી જ એક ગંભીર બીમારીથી પીડિત છે, આ બીમારીને કારણે તેને વર્તમાન સમયમાં જીવવામાં મુશ્કેલી પડી રહી છે, આ એક જેનેટિક બીમારી છે અને સમયની સાથે તેના લક્ષણો બદલાતા રહે છે. આ બીમારી ADHD (એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર) છે.  આ બાબતે આલિયાએ કહ્યું હતું કે, 'હું બાળપણથી જ ઝોન આઉટ થઈ રહી છું. સ્કૂલમાં પણ, હું ક્લાસમાં કોઈ સેશન વચ્ચે ઝોન આઉટ થઈ જતી હતી. નાનપણમાં પણ હું ઘણીવાર ક્લાસના બાળકો સાથે નિરાંતે વાત કરતી વખતે અચાનક ગુસ્સે થઈ જતી. આ બીમારીને કારણે મારામાં બિલકુલ ધીરજ રહી નથી.' સાયકોલોજિકલ ટેસ્ટ બાબતે વાત કરતા આલિયાએ કહ્યું હતું કે, 'મેં થોડા દિવસો પહેલા જ સાયકોલોજિકલ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મને જાણવા મળ્યું હતું કે હું ADHD સ્પેક્ટ્રમમાં ખૂબ જ હાઈ છું. મને ADHD છે. ADHD એટલે એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવ ડિસઓર્ડર.' ADHD એક માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ છે જેના બાળપણમાં લક્ષણો દેખાવા લાગે છે. મનોચિકિત્સક અનુસાર આ સ્થિતિ  વ્યક્તિની ધ્યાન કેન્દ્રિત કરવાની અને તેની ઉંમર પ્રમાણે યોગ્ય વર્તન કરવાની ક્ષમતાને અસર કરે છે. જેના કારણે વ્યક્તિ ફોકસ નથી કરી શકતું તેમજ વધુ પડતો એક્ટીવ થઈ જાય છે અથવા તો આવેગજન્ય વર્તન કરતો જોવા મળે છે.   ADHDના લક્ષણો બાળકો અને પુખ્ત વયના લોકોમાં અલગ અલગ હોઈ શકે છે. જેમાં પુખ્ત વયના લોકોમાં ઘણીવાર મોડા પહોંચવું, વાતો ભૂલી જવી, બેચેની લાગવી, કામમાં વિલંબ, સરળતાથી કંટાળી જવું, વાંચતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવવી, મૂડ સ્વિંગ, ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે.  આ બીમારી અંગે આલિયાએ કહ્યું કે, 'જયારે મેં મારા મિત્રોને મારી બીમારી વિષે વાત કરી ત્યારે તેઓએ કહ્યું કે અમે પહેલાથી જાણતા હતા. પરંતુ આલીયાને આ બીમારી વિષે હમણા જ જાણવા મળ્યું હતું.