લાઈકા: અવકાશ મિશને ગયેલું સૌ પ્રથમ પ્રાણી શ્વાન
May 01, 2023
ઓફબીટ: ધવલ શુક્લ
સ્પેસ રેસમાં સોવિયેત રશિયાએ પ્રથમ ગેમ જીતી હતી. સ્યુટનિક-1, આ વિશ્વના પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ હતું. સ્પુટનિક – રશિયન ભાષામાં આ શબ્દનો અર્થ સાથી પ્રવાસી થાય છે. જે સફર અનંત આકાશમાં ચાલી રહી હતી. પરંતુ આ યાત્રામાં એક અન્ય દેશ સાથી પ્રવાસી બનવાની હરીફાઈમાં વ્યસ્ત હતો. અમેરિકા બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકાએ નાઝી જર્મન વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ગુપ્ત રીતે ભરતી કરી હતી. આમાંથી એકનું નામ વર્નર વોન બ્રાઉન હતું. બ્રાઉને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન V-2 નામની એડવાન્સ ટેકનોલોજી મિસાઈલ બનાવી હતી. તેની ક્ષમતાના કારણે અમેરિકાએ તેના ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામની કમાન તેમને સોંપી હતી. જો કે, ત્યારે રોકેટ અને મિસાઈલનો અર્થ એક જ હતો. તેથી જ તે અવકાશ કાર્યક્રમનો પ્રારંભિક તબક્કો પણ બની ગયો હતો. બ્રાઉન પોતે પણ અવકાશ કાર્યક્રમમાં ખૂબ રસ ધરાવતા હતા. યુદ્ધ દરમિયાન તેની મિસાઇલો લંડનમાં તબાહી મચાવી રહી હતી, ત્યારે તે કહેતા આ રોકેટ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. પરંતુ તેમનું લેન્ડિંગ ખોટા ગ્રહ પર થઈ રહ્યું છે. બ્રાઉન વાસ્તવમાં તેના રોકેટને સમગ્ર પૃથ્વી પર દૂરના અવકાશમાં લઈ જવા માગતા હતા. જો કે, ટૂંક સમયમાં તેની યોજના પણ પૂર્ણ થઈ ગઈ હતી. 1955માં આઈઝનહોવરે જાહેરાત કરી કે, અમેરિકા ટૂંક સમયમાં તેનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ લોન્ચ કરશે. 4 દિવસ પછી રશિયાએ પણ આવી જ જાહેરાત કરી અને બંને દેશો સ્પેસ રેસની શરૂઆતની લાઈન પર ઊભાં થઈ ગયા હતા. અમેરિકા હજુ તૈયારીમાં વ્યસ્ત હતું ત્યાં રશિયાએ દાવ પાડી દીધો હતો અને ઓક્ટોબર 1957માં પહેલો સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. અમેરિકા પ્રતિક્રિયા આપે તે પહેલાં રશિયાએ પણ સ્પુટનિક-2ના લોન્ચિંગની તૈયારીઓ પૂર્ણ કરી અને તેને 10 દિવસમાં લોન્ચ કરી દીધો હતો. જો કે, સ્પુટનિક 1 અને 2 વચ્ચે તફાવત હતો. આ વખતે આ ઉપગ્રહ એકલો જવાનો નહોતો. એક જીવતો સાધી પણ તેની સાથે જવાનો હતો. અહીંથી અવકાશ યાત્રાની વાર્તામાં લાઈકાની એન્ટ્રી થઈ હતી. સ્પેસ રેસનું અંતિમ ધ્યેય માનવોને અવકાશમાં મોકલવાનું હતું. તેથી જ અમેરિકા અને સોવિયેત રશિયા શરૂઆતથી જ પરીક્ષણમાં વ્યસ્ત હતા. સ્પેસ મિશનની માનવશરીર પર શું અસર થશે તે જાણવા માટે પહેલાં પ્રાણીઓ ઉપર પરીક્ષણ કરવું જરૂરી હતું. જંતુઓ અને ચિમ્પાન્ઝીને પ્રથમ રોકેટ વડે અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, આ બધા સબ ઓર્બિટલ મિશન હતા. મતલબ કે, તેઓએ અવકાશમાં રહેવાની જરૂર નહોતી, તેઓએ ફક્ત સ્પર્શ કરીને પાછા ફરવાનું હતું. સ્ફુનિક-1ની સફ્ળતા સાથે જ્યારે નક્કી કરવામાં આવ્યું કે, ઉપગ્રહ અવકાશમાં રહી શકશે ત્યારે રશિયાએ તેના આગામી મિશન સાથે પ્રાણી મોકલવાનું નક્કી કર્યું.
જેમાં એક કૂતરો મોક્લવાનું નક્કી થયું હતું. મોસ્કોની શેરીઓમાં રખડતા કૂતરાઓ ભૂખ અને ભારે ઠંડીનો સામનો કરવા માટે ટેવાયેલા હતા. તેથી જ સોવિયેત વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે, આવા રખડતા કુતરા જ મિશન માટે સારા રહેશે. જે બાદ સેંકડો શ્વાનમાંથી ત્રણની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે તાલીમ શરૂ થઈ ત્યારે જાણવા મળ્યું કે, તેમાંથી એક ગર્ભવતી હતી, તેથી તે રિજેક્ટ થઈ ગઈ હતી. અંતે કુદ્રવ્યકતા નામની માંદા કૂતરીને આ મિશન માટે પસંદ કરવામાં આવી હતી. તેનું વજન માત્ર 5 kg હતું અને તે કદમાં ખૂબ નાનું હતું. અને આ શ્વાને ટેસ્ટમાં પણ બધા આયામો પાસ કર્યા હતા. મિશન સાથે જોડાયેલા અધિકારીઓએ તેને મીડિયા સમક્ષ રજૂ કર્યું. અલબત્ત, આ સમયે તેણીએ ભસવાનું શરૂ કર્યું ત્યારે મીડિયાકર્મીઓએ તેને બીજું નામ લાઈકા આપ્યું. રશિયન ભાષામાં આ શબ્દનો અર્થ ભસવું એવો થાય છે. પછી લાઈકાની ચર્ચા માત્ર સોવિયેત રશિયામાં જ નહીં, અમેરિકામાં પણ શરૂ થઈ હતી. અમેરિકન પ્રેસે તેને માટનિક નામ આપ્યું. આ નામનો અપભ્રંશ સ્પુટનિક થાય છે. વૈજ્ઞાનિકો જાણતા હતા કે, લાઈકા થોડા દિવસોમાં અવકાશમાં મૃત્યુ પામશે. તેથી તેના આહારમાં ધીમું ઝેર ઉમેરવામાં આવ્યું હતું. જેથી તે કોઈ પણ પ્રકારની પીડા વિના શાંતિથી મૃત્યુ પામે! મૃત્યુ પહેલાં તેના શરીરના ડેટા એકત્ર કરવાના હતા. એટલા માટે ઓપરેશન દ્વારા તેમના શરીરમાં હૃદયના ધબકારા, BP અને શ્વાસ માપતા સેન્સર લગાવવામાં આવ્યા હતા. આ પછી સ્પુટનિક લોન્ચ માટે તૈયાર હતું. તારીખ 3 નવેમ્બર, 1957ના રોજ લાઇકાના શરીર પર આયોડિનનું સોલ્યુશન લગાવવામાં આવ્યું હતું. ટેક્નિશ્યને લાઇકાને રોકેટમાં તેના માટે બનાવેલી ચેમ્બરમાં બેસાડ્યું હતું.
સાંજે 7.22 વાગ્યે રોકેટે ઉડાન ભરી હતી. થોડીવારમાં લાઇકા અવકાશમાં પ્રવેશી અને સમગ્ર સોવિયત સંઘ માટે હીરો બની. જો કે, સોવિયેત રશિયાની બહારના ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. બ્રિટનમાં લોકોએ 1 ક્લાક સુધી મૌન પાળ્યું હતું. દરેકને ખબર હતી કે, હવે લાઈકા ક્યારેય પાછી નહીં આવે. સ્પુટનિક-2 પૃથ્વીની આસપાસ 162 દિવસ સુધી ફર્યું હતું અને 1958માં 14 એપ્રિલે તે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યું હતું. આ દરમિયાન, ઘર્ષણથી ઉત્પન્ન થતી ગરમીએ સ્પુટનિકનો સંપૂર્ણ નાશ કર્યો હતો અને તેના માત્ર થોડા ટુકડા જમીન પર પડ્યા હતા. આ મિશનની સંપૂર્ણ વાસ્તવિકતા 1991 પછી બહાર આવી હતી, જ્યારે સોવિયત સંઘના વિઘટન પછી ગુપ્તચર દસ્તાવેજોની તપાસ કરવામાં આવી. આ ગુપ્તચર દસ્તાવેજોની તપાસમાં સ્ફોટક માહિતી બહાર આવી હતી કે, સોવિયત વૈજ્ઞાનિકો 10 દિવસ સુધી લાઈકાના શરીરમાંથી મળેલા ડેટાને જાહેર કરતા રહ્યા હતા. પરંતુ આ ડેટા નકલી હતો. વાસ્તવમાં ટેકઓફ દરમિયાન તકનીકી ખામીઓને કારણે લાઇકાના ચેમ્બરનું તાપમાન ઘણું વધી ગયું હતું. જે સામાન્ય કરતાં બમણું હતુ.
4 ક્લાકની અંદર ડેટા આવવાનો બંધ થઈ ગયો હતો. જેનો અર્થ માત્ર એક જ હતો કે લાઇકાનું મોત ચાર જ કલાકમા થઈ ગયુ હતુ. મિશનની દેખરેખ રાખતા વૈજ્ઞાનિકો પૈકી એક ઓલેગ ગાઝેન્કોએ એવું કહ્યું ‘‘હું લાઇકાના મૃત્યુથી ખૂબ જ દુ:ખી છું. હકીકતમાં અમને તે મિશનમાંથી તેના મૃત્યુને યોગ્ય ઠેરવવા માટે કોઈ ચોક્કસ ડેટા પણ મળ્યો નથી.’’ અવકાશ સ્પર્ધાની કિંમત ચૂકવનાર લાઇકા છેલ્લું પ્રાણી નહોતું. ત્યારપછીનાં વર્ષોમાં ઘણા ચિમ્પાન્ઝી, કૂતરા, સસલા વગેરેને અવકાશમાં મોકલાયા છે. 1970માં તો ચીને તેના સ્પેસ મિશનમાં ડુક્કરનો ઉપયોગ કર્યો હતો. 21મી સદીમાં સ્પેસ X જેવી કંપનીઓ સ્પેસ પ્રોગ્રામ માટે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. જો કે, ભારત તેમા અપવાદ છે. વર્ષ 2007થી ઈસરોએ ગગનયાન મિશન શરૂ કર્યું છે. જેનો પ્રથમ તબક્કો આ વર્ષે એટલે કે 2023ના જૂન બાદ શરૂ થઈ શકે છે. જો કે ઈસરો તેના આ મિશનમાં પરીક્ષણ માટે કોઈ પ્રાણીનો ઉપયોગ કરનાર નથી. જે બાબત ભારત અને માનવજગત માટે ગૌરવ લેનારી ગણી શકાશે.
- અવકાશમાં મોકલવામાં આવેલા પ્રથમ કૂતરાનું રહસ્ય 45 વર્ષ પછી ખૂલ્યું
- મિશનમાં સૌ પ્રથમ જીવજંતુ કે પ્રાણીનો ઉપયોગ કરવા નિર્ણય થયો અને વેજ્ઞાનિકે રખડતા શ્વાનની પસંદગી કરી માત્ર ચાર જ કલાકમાં તાપમાન વધી જતા શ્વાનનું મોત થયું હતું

Related Articles
No related articles available!
Trending NEWS
ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે રમાશ...
25 December, 2024
કૅપ્ટન રોહિતે ટીમ ઇન્ડિયાના યુવાન બેટરના કર્યા વખા...
25 December, 2024
અમેરિકામાં ભારતીયોની તસ્કરી, કેનેડિયન કોલેજોની ભૂમ...
25 December, 2024
અમે કિમ જોંગના 3000 સૈનિકોનો ખાત્મો કર્યો...' રશિય...
25 December, 2024
ઈન્દોરમાં બજરંગ દળનું અટકચાળું, પોલીસ સામે જ નગર ન...
25 December, 2024
કઝાકિસ્તાનમાં કરુણાંતિકા, લેન્ડિંગ વખતે ક્રેશ થતાં...
25 December, 2024
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મેડિકલ કોલેજમાં ગર્ભવતી...
25 December, 2024
'અદૃશ્ય તાકાતો મણિપુરમાં હિંસા માટે જવાબદાર, કંઈ બ...
25 December, 2024
ચંદ્ર પર માનવ અભિયાન મોકલવાની તૈયારી : ISROના ચેરમ...
25 December, 2024
મોઝામ્બિકમાં અનેક ગુજરાતીઓ લૂંટાયા, દુકાનો અને વેર...
25 December, 2024