ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
May 05, 2026
અમેરિકાના વ્હાઈટ હાઉસ પાસે ફરી એકવાર ફાયરિંગની ઘટના બનતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. વોશિંગ્ટન સ્મારક નજીક એક હથિયારધારી શખ્સે અચાનક ફાયરિંગ શરૂ કરી દેતા અફરાતફરી મચી ગઈ હતી, જેના પગલે વ્હાઈટ હાઉસમાં તાત્કાલિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. સીક્રેટ સર્વિસના એજન્ટોએ ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરીને હુમલાખોર પર વળતું ફાયરિંગ કર્યું હતું અને તેને ગોળી મારીને ઝડપી લીધો હતો. આ ઘટના બની ત્યારે પ્રમુખ ટ્રમ્પ વ્હાઈટ હાઉસની અંદર જ હાજર હતા.
સીક્રેટ સર્વિસના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જ્યારે એક શંકાસ્પદ શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ભાગવાની કોશિશ કરી હતી અને સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો. જવાબમાં અધિકારીઓએ પણ ફાયરિંગ કરતા હુમલાખોર ઘાયલ થયો હતો, જેને અત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અથડામણ દરમિયાન એક નિર્દોષ બાળકને પણ સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલાખોરનો મુખ્ય ટાર્ગેટ પ્રમુખ હતા કે નહીં તે અંગે અત્યારે તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ વ્હાઈટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન પણ એક હથિયારધારી શખ્સે સુરક્ષામાં ભંગ કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો. તે ઘટનામાં કોલ એલન નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આજના ફાયરિંગ બાદ વ્હાઈટ હાઉસની આસપાસની સુરક્ષા અભૂતપૂર્વ રીતે વધારી દેવામાં આવી છે. ફાયરિંગની ઘટના બાદ પણ પ્રમુખ ટ્રમ્પે પોતાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો, પરંતુ આ વિસ્તારમાં હજુ પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026