મધ્યપ્રદેશ: સતનામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, એકનું મોત-બે ઘાયલ
October 04, 2023

મધ્યપ્રદેશના સતનાના સિટી કોતવાલી પોલીસ સ્ટેશન હેઠળ બિહારી ચોક પાસે આવેલી 3 માળની ઈમારત મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે ધરાશાયી થઈ હતી. નરેન્દ્ર સબનાની નામના વેપારીની આ કપડાની દુકાન હતી. ઘટના સમયે રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. ઈમારત ધરાશાયી થવાને કારણે તેમાં કામ કરી રહેલા ત્રણ મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
આ ઘટના બનતા જ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ એસડીઆરએફની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અઢી કલાકની જહેમત બાદ બે મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
બે જેસીબી મશીન લાવી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. લગભગ 3 કલાકની જહેમત બાદ કાટમાળ નીચે દટાયેલા બંને મજૂરોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને મોટી ઈજા થઈ નથી. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય એકનું મોત થયું હતું.
આ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પિંકી કલેક્શન નામની કપડાની દુકાન ચાલી રહી છે, જ્યારે બિલ્ડીંગના માલિક પિંકી સબનાની ઉપરના બે માળનું બાંધકામ કરી રહ્યા હતા. છેલ્લા 10 દિવસથી અહીં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. કદાચ આ જ કારણ હતું કે 40 વર્ષ જૂની ઈમારત તોડફોડના કારણે નબળી પડી ગઈ હતી અને ધરાશાયી થઈ ગઈ હતી.
Related Articles
9 વર્ષથી સત્તા પર રહેલા તેલંગણાના મુખ્યમંત્રી KCRની હાર, રેવંત રેડ્ડી પણ હાર્યા
9 વર્ષથી સત્તા પર રહેલા તેલંગણાના મુખ્યમ...
Dec 03, 2023
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાર સ્વિકારી, રાજ્યપાલ કલરાજ મિશ્રાને આપ્યું રાજીનામું
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાર...
Dec 03, 2023
'આજની જીત ઐતિહાસિક... આ ચાર જાતિઓને સશક્ત કરવાથી જ દેશ મજબૂત થશે',- મોદી
'આજની જીત ઐતિહાસિક... આ ચાર જાતિઓને સશક્...
Dec 03, 2023
CM બધેલે PM મોદીને લખ્યો પત્ર, ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા કરી માંગ
CM બધેલે PM મોદીને લખ્યો પત્ર, ઓનલાઈન સટ...
Dec 03, 2023
જનાદેશનો સ્વીકાર, લોકસભા 'INDIA' પાર્ટીઓ સાથે લડીશું...', રાહુલ ગાંધી
જનાદેશનો સ્વીકાર, લોકસભા 'INDIA' પાર્ટીઓ...
Dec 03, 2023
'મામા' માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી માળી રાધા બાઈ, શિવરાજના છલકાયા આંસૂ
'મામા' માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી મા...
Dec 03, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023