મહારાષ્ટ્રમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, ઉતર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી
June 17, 2025
ઉત્તર પ્રદેશના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ વરસવાથી તાપમાનમાં ઘટાડો નોંઘાયો છે અને લોકોને ગરમીમાં રાહત મળી છે. યુપીમાં હવે ચોમાસાની અસર જોવા મળી છે. પ્રદેશના ઘણા વિસ્તારમાં મંગળવારે ધીમા ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા થોડા દિવસો સુધી સતત વરસાદની આગાહી કરી છે. ઘણા વિસ્તારોમાં મેઘ ગર્જના અને વિજળી સાથે ભારે વરસાદનું એલર્ટ છે.
હવામાન વિભાગે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મોટા ભાગે વિજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન ઘણી જગ્યાએ મેઘ ગર્જના સાથે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે યુપીમાં ભારે વરસાદ વરસશે. સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા છે. દક્ષિણ પશ્ચિમમના ઘણા રાજ્યોમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. ઘણા પશ્ચિમી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ભારે વરસાદને જોતા મહારાષ્ટ્રના ઘણા જીલ્લાઓ જેવા કે મુંબઈ, પુણે, સતારા અને રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ છે. ઉત્તર ભારતમાં આવનારા 3 થી 4 દિવસોમાં ચોમાસુ શરુ થઈ જશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવનારા 24 કલાકમાં દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ અને તોફાન સાથે વરસાદ વરસવાની સંભાવના છે.
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મ...
Jul 13, 2026
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ...
Jul 13, 2026
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓ...
Jul 13, 2026
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026