પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં મમતાની પાર્ટી મોટી જીત તરફ, ભાજપ-કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન
July 11, 2023

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટેનું મતદાન શનિવારે 8 જુલાઈએ થયું હતું. આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હિંસા અને મોતની ઘટનાઓ સામે આવી હતી... આ ઘટના બાદ ચૂંટણી પંચે 697 બુથો પર સોમવારે 10મી જુલાઈએ ફરી વોટિંગ કરવાની જાહેરા કરી હતી... જ્યારે આજે મંગળવારે પંચાયત ચૂંટણીની મતગણતરી સવારે 8.00 વાગ્યાથી શરૂ થઈ ગી છે. પશ્ચિમ બંગાળમાં લગભગ 567 કરોડ મતદાતાોએ ગ્રામીણ વિસ્તારોમાં 73887 બેઠકો માટે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠકો પર 2 લાખથી વધુ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો આજે થઈ રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે, ત્યારે ડાયમંડ હાર્બરમાં ફકીરચંદ કોલેજ સામે બોંબ વિસ્ફોટ થયો હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં મતગણતરી ચાલી રહી છે. ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, મતગણતરી દિવસે પણ ડાયમંડ હાર્બરમાં બબાલ ચાલી રહી છે. ટીએમસીના ગુંડાઓ મતગણતરી કરી રહેલા એજન્ટો અને ઉમેદવારોના કામમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બંગાળમાં પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલા ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે ભીડાયા હતા... ગઈકાલે કૂચબિહારના દિનહાટામાં મતગણતરી કેન્દ્ર પર જવા મામલે ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મળતા અહેવાલો મુજબ ટીએમસી કાર્યકર્તાઓએ ભાજપ નેતા અજય રોય પર હુમલો કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
પશ્ચિમ બંગાળની કુલ 73,887 બેઠકો પર 9013 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં TMCના સૌથી વધુ 8,874 ઉમેદવારો જીત્યા છે જ્યારે ભાજપના 63, કોંગ્રેસના 40 અને CPIMના 36 ઉમેદવારો જીત્યા છે.
મતદાન દરમિયાન મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે રાજ્યના તમામ 61,636 મતદાન મથકો પર કેન્દ્રીય સુરક્ષા દળો અને પશ્ચિમ બંગાળના સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન રાજ્યભરમાં હિંસક ઘટનાઓમાં 20 લોકો માર્યા ગયા હતા, જેના કારણે ચૂંટણી પંચે 19 જિલ્લાના 697 મતદાન મથકો પર ફરી મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો. સોમવારે ફરી યોજાયેલા મતદાન દરમિયાન છુટીછવાઈ ઘટનાઓ પણ સામે આવી હતી.
Related Articles
'ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માગે છે,' નાગપુર હિંસા મુદ્દે પક્ષ-વિપક્ષ આમને-સામને
'ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા મ...
Mar 18, 2025
‘AAP’ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી નહીં લડે
‘AAP’ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચ...
Oct 18, 2024
Trending NEWS

07 May, 2025