મ્યાનમારમાં સૈન્ય શાસન વધુ મજબૂત: જનરલ મિન આંગ હ્લેઈંગ બન્યા પ્રમુખ, 'દેખાડા'ની ચૂંટણીમાં જીત
April 03, 2026
મ્યાનમારમાં પાંચ વર્ષ પહેલાં લોકશાહી માર્ગે ચૂંટાયેલી સરકારને હટાવી સત્તા કબજે કરનાર સૈન્ય વડા મિન આંગ હ્લેઇંગ હવે સત્તાવાર રીતે દેશના પ્રમુખ બની ગયા છે. શુક્રવારે સંસદમાં યોજાયેલી ચૂંટણીમાં તેમણે મોટી જીત મેળવીને
પોતાની સત્તા પર મહોર મારી દીધી છે. જોકે, પશ્ચિમી દેશો અને વિરોધ પક્ષો આ ચૂંટણીને માત્ર એક નાટક ગણાવી રહ્યા છે. સૈન્યના પ્રભુત્વવાળી સંસદમાં મિન આંગ હ્લેઇંગને 429 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે ઉભેલા નિવૃત્ત જનરલ
ન્યો સોને માત્ર 126 મત મળ્યા હતા. 69 વર્ષીય જનરલનો પ્રમુખ બનવાનો રસ્તો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં યોજાયેલી એ ચૂંટણીઓ બાદ સાફ થયો હતો, જેને ટીકાકારોએ લોકશાહીના બહાને સૈન્ય શાસન ચાલુ રાખવાનો એક મોટો 'ઢોંગ'
ગણાવ્યો છે.
આ જીત બાદ મિન આંગ હ્લેઇંગે સૈન્યના વડા તરીકેનો પોતાનો વર્ષો જૂનો હોદ્દો છોડીને સિવિલિયન પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી છે. તેમણે પોતાના વિશ્વાસુ સાથી યે વિન ઉને સૈન્યના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. નિષ્ણાતો
માને છે કે આ ફેરફાર પાછળનો તેમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની સરકારને માન્યતા અપાવવાનો અને મ્યાનમાર પર સૈન્યની પકડ કાયમ રાખવાનો છે. જોકે, દેશમાં ચાલી રહેલું ગૃહયુદ્ધ, આર્થિક સંકટ અને આંતરરાષ્ટ્રીય
દબાણ વચ્ચે નવા પ્રમુખ માટે આગામી સમય ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે તેમ છે. પ્રમુખ બનતા પહેલા મિન આંગ હ્લેઇંગે સૈન્ય નેતૃત્વમાં પણ મોટા ફેરફારો કર્યા છે. તેમણે પોતાના ખાસ વિશ્વાસુ અને પૂર્વ ઈન્ટેલિજન્સ ચીફ યે વિન ઉને સૈન્યના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. નિષ્ણાતો માને છે કે વર્દી ઉતારીને સિવિલિયન ડ્રેસમાં પ્રમુખ બનવા પાછળનો તેમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવવાનો અને દાયકાઓથી દેશ પર શાસન કરી રહેલા સૈન્યના હિતોનું રક્ષણ કરવાનો છે. જોકે, તેમની આ સફર કાંટાઓ ભરેલી રહી છે. 2021માં નોબેલ વિજેતા આંગ સાન સૂ કીની ધરપકડ બાદ દેશભરમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોએ હવે સશસ્ત્ર વિદ્રોહનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે મ્યાનમાર છેલ્લા પાંચ વર્ષથી આંતરવિગ્રહની આગમાં સળગી રહ્યું છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026