મનરેગા કૌભાંડ કેસ: કોંગ્રેસ દિગ્ગજ નેતા હીરા જોટવાના રિમાન્ડ મંજૂર, પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ
June 27, 2025
હીરા જોટવા અને તેના પરિવારજનોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાયા : ભરૂચ જિલ્લા પોલીસ વડા
ભરૂચ : ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડ મામલે ગઈકાલે(26 જૂન) ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ.પ્રમુખ હીરા જોટવા બાદ આજે(27 જૂન) ભરૂચ એલસીબી તેમના પુત્ર દિગ્વિજયની ધરપકડ કરી છે. આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા હીરા જોટવાના દીકરા દિગ્વિજય જોટવાની ધરપકડ કરાઈ હોવાની માહિતી આપી હતી. મનરેગા કૌભાંડ મામલે ગતરોજ ભરૂચ પોલીસે ગીર સોમનાથથી હીરા હોટવાની ધરપકડ કરી હતી. મોડીરાતે હીરા જોટવાને લઇ પોલીસ ભરૂચ પહોંચી હતી અને પૂછપરછ કરી હતી. ત્યારબાદ હાંસોટ તા.પં.ના ઓપરેટર રાજેશ ટેલરની પણ ધરપકડ હતી. મનરેગા કૌભાંડના આરોપી હીરા જોટવા અને રાજેશ ટેલરને પોલીસ કાફલા સાથે ભરૂચ કોર્ટમાં રજૂ કરાયા હતા. જે દરમિયાન કોર્ટે બંનેના 6-6 રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કૌભાંડમાં સંડોવાયેલા કોંગ્રેસ નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરાઈ છે. મનરેગાનું કામ કરનાર બન્ને એજન્સીઓ જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઈઝ હીરા જોટવાની હોવાનો ઘટસ્ફોટ થયો છે. મટીરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબકાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે. હીરા જોટવા અને તેના પરિવારજનોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાયા છે.
દિગ્વિજય જોટવા તાજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતથી ચૂંટણી લડીને સરપંચ બન્યા હતા. બે દિવસ પહેલા જ તેમના સરપંચ બનવાની ઉજવણીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ હવે તેમની ધરપકડ થતાં રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026