મોબાઈલ ઉત્પાદક કંપની Xiaomiએ ભારતમાં ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરી

July 10, 2024

આજે તા. 9 જુલાઈને મંગળવારના રોજ ચીનની કંપની શાઓમી (Xiaomi) દ્વારા ભારતમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીએ આ ઈવેન્ટમાં તેની ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરી હતી. આ કારનું નામ Xiaomi su7 છે. આ કારની ટોપ સ્પીડ 265 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તે માત્ર 3 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0-100 કિલોમીટરની ઝડપ પકડી લે છે.

જોકે શાઓમી એ બેંગલુરુમાં આયોજિત ઇવેન્ટ દરમિયાન સ્માર્ટફોન રેડમી 13 5જી લોન્ચ કર્યો છે, જે એક સસ્તો સ્માર્ટફોન છે. આ સિવાય ટીડબ્લ્યુએસ અને પાવર બેંક પણ લોન્ચ કરવામાં આવી હતી. ઈવેન્ટમાં આખરે કંપનીએ કાર લોન્ચ કરી હતી. કંપનીએ હજુ સુધી આ કારને ભારતમાં લોન્ચ કરી નથી. તેણે માત્ર તેને શોકેસ કરી છે. લોન્ચિંગ અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

શાઓમી એ ઈવેન્ટ દરમિયાન પોતાની ઈલેક્ટ્રિક કારના ફીચર્સ જાહેર કર્યા હતા. કંપનીએ કહ્યું કે, આ એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર છે અને તેનું નામ શાઓમી એસયુ 7 (Xiaomi SU 7) છે. આ કાર માત્ર 2.78 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. જ્યારે 0-200 કિમીની સ્પીડ 10.67 સેકન્ડમાં પહોંચી જાય છે. તેની ટોપ સ્પીડ 265 કિલોમીટર પ્રતિ કલાક છે.