ગાઝામાં મદદ કેન્દ્રમાં ટેન્ક લઈને ઘૂસી ઈઝરાયલની સેના, અંધાધૂંધ ગોળીબારમાં 30ના મોત: રિપોર્ટ
June 01, 2025
ટેન્ક સાથે રફામાં ઘૂસેલી ઈઝરાયલી સેનાનો આડેધડ ગોળીબાર
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે ગાઝાવાસીઓ ભારે સંકટમાં મુકાઈ ગયા છે. અહીં અવાર નવા મિસાઈલ હુમલા, ગોળીબારની ઘટનાઓને કારણે અનેક લોકો ઘર વિહોણા થઈ ગયા છે. એટલું જ નહીં અહીંના મોત સામે ઝઝૂમવાની સાથે ભૂખમરો અને પાણી સંકટનો પણ સામનો કરી રહ્યા છે. અહીં મદદ કરતી સંસ્થાઓ પણ અનેક હુમલાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગાઝામાં મદદ કરતું કેન્દ્ર ઈઝરાયલની સેનાનો શિકાર થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ઇઝરાયલી સેના ટેન્ક સાથે દક્ષિણ ગાઝાના રફામાં ઘૂસી ગયું છે અને અહીં ગાઝા માનવીય ફાઉન્ડેશન પાસે આજે (1 જૂન) અંધાધૂંધ ગોળીબાર કર્યો છે, જેમાં 30થી વધુ લોકોના મોત અને 175 લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઈજાગ્રસ્તોને ખાન યુનિસની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ધ ગાર્જિયનના અહેવાલ મુજબ, સ્થાનિક લોકોએ કહ્યું કે, ‘હજારો લોકો માનવીય સહાયતા કેન્દ્ર પાસે ઉભા હતા, ત્યારે અચાનક ઈઝરાયલ સેનાના ટેન્કો આવ્યા અને કથિત રીતે ભીડ પર ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ મૃતકો અને ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમેરિકાએ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, તેના થોડા કલાકો બાદ આ ઘટના બની છે. બીજીતરફ હમાસે વચગાળાના યુદ્ધવિરામ માટે સંમતી વ્યક્ત કરી છે. હમાસની માંગ છે કે, ઈઝરાયલી સેના ગાઝામાંથી સંપૂર્ણ પરત જતી રહે. આંતરરાષ્ટ્રીય સમાતાર એજન્સીઓના રિપોર્ટ મુજબ, ઈઝરાયલી હુમલાના કારણે પેલેસ્ટાઈનીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમને ભોજન અને પાણી પણ મળી રહ્યું નથી. ઈઝરાયલે માર્ચમાં ગાઝાના તમામ સપ્લાય અટકાવી દીધા હતા. ઇઝરાયલનો આક્ષેપ છે કે, હમાસના લોકો અહીંથી સામાન છિનવી રહ્યા છે. જ્યારે હમાસે ઇઝરાયલના આક્ષેપોને નકારી કાઢ્યા છે.
Related Articles
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026