રશિયાના એરબેઝ પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો, 40 વિમાનો નષ્ટ કરવાનો દાવો
June 01, 2025

ઓલેન્યા : યુક્રેને રશિયાના બે મહત્ત્વના એરબેઝ- ઓલેન્યા અને બેલાયા પર હુમલો કર્યો છે. યુક્રેનની સેનાએ આ હુમલામાં ડ્રોનનો ઉપયોગ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા છે, તે રશિયા-યુક્રેન બોર્ડરથી ઘણા અંદર પડે છે. યુક્રેની મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ હુમલો યુક્રેની સેનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હતો. યુક્રેને ખાસ કરીને તે બેઝને નિશાન બનાવ્યા છે, જેનો ઉપયોગ રશિયા તેના પર બોમ્બ વરસાવવા માટે કરી રહ્યું હતું.
યુક્રેન તરફથી કહેવામાં આવ્યું છે કે, રશિયામાં આવેલા કેટલાક એરબેઝ પર ડ્રોનથી હુમલા કર્યા છે, જેમાં 40થી વધુ રશિયાન બોમ્બર્સને ધ્વસ્ત કરી દેવાયા છે, જેનો ઉપયોગ રશિયા યુક્રેન પર બોમ્બ વરસાવવા માટે કરી રહ્યું હતું. યુક્રેનનું કહેવું છે કે, આ એ જ વિમાન છે જે યુક્રેન પર વારંવાર ઉડાન ભરે છે અને બોમ્બ ફેંકે છે.
યુક્રેનની સુરક્ષા સેવા (SBU)ના એક અધિકારીએ જણાવ્યું કે, તેના ડ્રોન રશિયન વિસ્તારમાં દૂર સુધી જઈને મોટા બોમ્બર્સ વિમાનો જેવા કે Tu-95, Tu-22 અને મોંઘા A-50 જાસૂસી વિમાનને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા.
SBUએ જણાવ્યું કે, હુમલો બેલાયા એરબેઝ પર થયો, જે રશિયામાં ઈર્કુત્સ્કના એક દૂરના વિસ્તારમાં આવેલું છે. આ સિવાય ઓલેન્યા એરબેઝ પર પણ આગ લાગવાના સમાચાર છે, પરંતુ તેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
Related Articles
ઈલોન મસ્કની ત્રીજી પાર્ટી પર અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું - એકદમ બકવાસ, દિશાહિન થઇ ગયો છે
ઈલોન મસ્કની ત્રીજી પાર્ટી પર અકળાયા ડોના...
Jul 07, 2025
જે દેશો બ્રિક્સની નીતિઓ ફોલો કરશે, તેમના પર 10% વધુ ટેરિફ ઝીંકીશ, ભારત સહિતના દેશોને ટ્રમ્પની ચેતવણી
જે દેશો બ્રિક્સની નીતિઓ ફોલો કરશે, તેમના...
Jul 07, 2025
ટેક્સાસમાં પૂરને કારણે ઓછામાં ઓછા 51 લોકોના મોત, કેરોલિનામાં 'ચેન્ટલ વાવાઝોડા'નો ભય
ટેક્સાસમાં પૂરને કારણે ઓછામાં ઓછા 51 લોક...
Jul 07, 2025
આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપનારા દેશે તેની કિંમત ચૂકવવી પડશે : પીએમ મોદી
આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થ...
Jul 07, 2025
જે BRICS ની નીતિઓ ફોલો કરશે એના પર લાગશે 10% વધુ ટેરિફ, ટ્રમ્પની ધમકીથી ભારત પણ ચિંતિત!
જે BRICS ની નીતિઓ ફોલો કરશે એના પર લાગશે...
Jul 07, 2025
ગાઝામાં ભયાનક હુમલો, 130 સ્થળોને ટાર્ગેટ કરાયા, 33ના મોત
ગાઝામાં ભયાનક હુમલો, 130 સ્થળોને ટાર્ગેટ...
Jul 06, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025