ગુજરાતમાં 7 દિવસ હળવા વરસાદની આગાહી, માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના
May 31, 2025
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ આજથી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તાપમાનમાં વધુ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે.
આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરા નગરહવેલી, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 39-40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. રાજ્યમાં શુક્રવારે મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો અમદાવાદ અને ગાંધીનગર ખાતે અનુક્રમે 39 અને 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ હતું.
Related Articles
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે...
Jul 02, 2026
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધિકારી સસ્પેન્ડ, મનપાનું કાલે હાઈકોર્ટમાં સોગંદનામું
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધ...
Jul 01, 2026
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, અંડરપાસ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં...
Jul 01, 2026
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સૌથી વધુ વાપીમાં 4.13 ઈંચ ખાબક્યો
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદા...
Jul 01, 2026
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન! ગુજરાતમાં સોશિયલ મીડિયા 'વળગણ' ધરાવતા દર્દીની સંખ્યામાં 650 ટકાનો વધારો
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન!...
Jun 30, 2026
સુરતમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ ખાબક્યો, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
સુરતમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ ખાબક્યો,...
Jun 30, 2026
Trending NEWS
01 July, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026