દિલ્હી-NCRમાં ચોમાસાની એન્ટ્રી, ભારે વરસાદની IMDની આગાહી

June 24, 2025

આજે રાજધાની દિલ્હીમાં ચોમાસુ દસ્તક આપી શકે છે. સવારથી જ જોરદાર પવન ફૂંકાતા હવામાન બદલાઈ ગયું છે. હવામાન વિભાગે 24 જૂન એટલે કે આજે દિલ્હીમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. તે જ સમયે, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં થોડા સમયમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે કલાકમાં એટલે કે સવારે 9:30 થી 11:30 દરમિયાન દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દિલ્હીના નરેલા, બાવાના, અલીપુર, કાંઝાવાલા, રોહિણી, બડેલી, પીતમપુરા, મુંડકા, પશ્ચિમ વિહાર, રાજૌરી ગાર્ડન, જાફરપુર, નજફગઢ, દ્વારકા, પાલમ, આઈજીઆઈ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારો જેવા કે બહાદુરગઢ, ગુરુગ્રામ, સફિદોન, જીંદ, હરિયાણાના પાણીપત અને યુપીના સહારનપુર, દેવબંધ, બિજનૌર, બદાઉનનો સમાવેશ થાય છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દરરોજ નવા વિસ્તારમાં સક્રિય થઈ રહ્યું છે. ક્યાંક રાહત આપવા માટે વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક તેની અસર સામાન્ય માણસ પર પડી રહી છે. હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે ચેતવણી જાહેર કરી છે. ઘણા રાજ્યોમાં જ્યાં ચોમાસુ પહોંચ્યું નથી, ત્યાં વરસાદ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.