મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર
March 07, 2026
મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વકરેલી યુદ્ધની સ્થિતિએ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ ગણાતા મોરબીની કમર તોડી નાખી છે. દરિયાઈ માર્ગો બંધ થતા અને ગેસ કટોકટી સર્જાતા મોરબીના સિરામિક અને પેપરમિલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. સિરામિક ઉદ્યોગમાં ગેસ અને એક્સપોર્ટની કટોકટી મિડલ ઈસ્ટમાં તણાવને કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુસ' માર્ગ પર અવરજવર પ્રતિબંધિત થતા મોરબીમાં ગેસની ભયંકર અછત સર્જાઈ છે.
સિરામિક એસોસીએશનના પ્રમુખ મનોજ એરવાડિયાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 100 જેટલા યુનિટો બંધ થઈ ચૂક્યા છે. આ બંધને કારણે અંદાજે 5,000 જેટલા શ્રમિકોએ રોજગારી ગુમાવી છે. જો આગામી 10 દિવસમાં સ્થિતિ નહીં સુધરે, તો તમામ 1,100 સિરામિક એકમો બંધ કરવાની ફરજ પડી શકે છે. હાલમાં ગુજરાત ગેસ તરફથી માત્ર 50% પુરવઠો જ મળી રહ્યો છે. જો તમામ એકમો બંધ થાય તો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા 10 લાખ લોકોની રોજીરોટી પર અસર પડશે.
પેપરમિલ ઉદ્યોગ માટે પણ કપરા દિવસો શરૂ થયા છે. ભાડામાં 2000 ડોલરનો વધારો થયો છે. માત્ર સિરામિક જ નહીં, પણ મોરબીનો પેપરમિલ ઉદ્યોગ પણ ઠપ્પ થવાના આરે છે.પેપરમિલ એસોસીએશનના પ્રમુખ શૈલેષ પટેલના જણાવ્યા મુજબ, કાચા માલની આયાત (Import) અટકી પડી છે. શિપિંગ રૂટ બંધ થવાને કારણે એક્સપોર્ટ ચાર્જમાં 2,000 ડોલરનો તોતિંગ વધારો થયો છે. કોલસાના ભાવમાં પણ ટને રૂ. 1,000નો ઉછાળો જોવા મળ્યો છે. મોરબીની 52 પેપરમિલોનું વાર્ષિક ટર્નઓવર 5,000 કરોડ છે, જે અત્યારે જોખમમાં છે.
Related Articles
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026