શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેકસમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો

March 06, 2024

ભારતીય શેરબજાર સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે (6 માર્ચે) ભારે ઘટડા સાથે ખુલ્યું છે. BSE સેન્સેક્સ 73500 ની નીચે સરકી ગયો છે. જ્યારે NSEનો નિફ્ટી 22,300ની નીચે સરકી ગયો છે. આજના કરાબોરમાં BSEનો સેન્સેક્સ 205 પોઈન્ટના ઘટાડા સાથે 73, 472 અંક પર ખુલ્યો છે. જ્યારે NSEનો નિફ્ટી 55 પોઈન્ટના ઘટાડા સાથે 22,300ના અંક પર ઓપન થયો છે.

BSE સેન્સેક્સમાં આજે 30 માંથી 8 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 22 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. માર્કેટમાં ટોપ ગેનર કોટક મહિન્દ્રા બેંક છે અને તે 1.40 ટકા ઉપર છે. એક્સિસ બેન્ક 1.30 ટકા અને ICICI બેન્ક 1.27 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ કરી રહી છે. ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, નેસ્લે અને સન ફાર્માની સાથે HUL પણ વધતા શેરોમાં સામેલ છે.

એનટીપીસી, વિપ્રો, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ અને ટાટા સ્ટીલ આજે સેન્સેક્સમાં ટોચ પર છે. 30માંથી 22 શેરોમાં ઘટાડો છે અને બજાર લાલ નિશાનમાં છે. ટાટા ગ્રૂપની ઓનલાઈન ગ્રોસરી કંપની 'બિગ બાસ્કેટ' નફાકારક બન્યા બાદ વર્ષ 2025માં તેની આઈપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.