કથાકાર મોરારીબાપુના ધર્મ પત્ની નર્મદાબેનનું નિધન

June 11, 2025

આજ રોજ નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. ભાવનગરના તલગાજરડા નિવાસસ્થાને નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવશે.
 મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેને ગઈકાલે મોડી રાતે 1.30 વાગ્યે 75 વર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. 

નર્મદાબેનની તબિયત થોડા સમયથી ખરાબ હતી અને છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ પણ કરેલ હતો. તેમના પાર્થિવદેહને તલગાજરજડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે. નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પૂજય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ​​​​​​​ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે.