ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ
July 01, 2025
ગાંધીનગર : ગાંધીનગરના નભોઈ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાથી આશંકા છે. કાર ખાબકી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં એક યુવતી સહિત ત્રણ લોકોની લાશ મળી આવી છે. કેનાલમાંથી કારને બહાર કાઢી લેવામાં આવી છે. પોલીસની હાજરીમાં ગાડી તપાસ કરવામાં આવતાં યુવક અમદાવાદનો હર્ષ બારોટ હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. જ્યારે અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના નભોઇ ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં અચાનક કાર ખાબકતાં કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક યુવતી સહિત ત્રણ લોકોની લાશ બહાર કાઢી છે, જ્યારે અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઇ નથી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા હાલમાં કામગીરી ચાલી રહી છે.
અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. બૂમરાડ મચાવી હતી. સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે સામેથી તરફથી આવી રહેલી કાળા કલર GJ03 MR 4783 નંબરની કિયા સેલ્ટોસ કાર પૂરપાટ આવી હતી અને અચાનક કેનાલમાં ખાબકી ગઇ હતી. આ કારમાં પાંચ લોકો સવાર હતા. હોમગાર્ડના જવાને દોરડું બાંધીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.
Related Articles
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે...
Jun 27, 2026
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શોના નામે સુરતના વેપારી સાથે રૂ. 1.41 કરોડની ઠગાઈ!
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના...
Jun 26, 2026
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસા...
Jun 25, 2026
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ...
Jun 25, 2026
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ...
Jun 24, 2026
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જ...
Jun 22, 2026
Trending NEWS
26 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026