ચીનમાં કુદરતનો કેર: બેઇજિંગમાં અતિભારે વરસાદ બાદ 30ના મોત, 80 હજાર લોકોએ ઘર છોડ્યા
July 29, 2025
ચીનની રાજધાની બેઇજિંગમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આ વરસાદને કારણે અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ 80,000 લોકોને પોતાનાં ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વરસાદના કારણે ઘણા રસ્તાઓને નુકસાન થયું છે અને 136 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને ગુમ થયેલા લોકોની શોધ અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરવા, સ્થળાંતર કરાયેલા લોકોને યોગ્ય રીતે ફરીથી વસાવવા અને જાનહાનિ ઘટાડવા માટે શક્ય હોય તેટલું બધું કરવા નિર્દેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેઇજિંગના મિયુન જિલ્લામાં મોડી રાત સુધીમાં 28 અને યાનકિંગમાં 2 લોકોના મૃત્યુ થયા છે. ચીનની રાજધાનીમાં રાતભર ભારે વરસાદ થયો હતો. સોમવારે મળેલા અહેવાલો અનુસાર, ભારે વરસાદ અને પૂરના કારણે 4 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 8 હજુ પણ ગુમ છે. આ પીડિતો હેબેઈ પ્રાંતમાં થયેલા ભૂસ્ખલનમાં ફસાયા હતા. આ સાથે તોફાનથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઓછામાં ઓછી 34 થઈ ગઈ છે. ભારે વરસાદ અને પૂરના કારણે ચીનના બેઇજિંગ અને તિયાનજિન શહેરમાં 40,000થી વધુ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બેઇજિંગના ગ્રામીણ મિયુન જિલ્લામાં એક ડેમ છલકાઈ જતાં પાણી છોડવામાં આવ્યું હતું, જે 1959માં તેના નિર્માણ બાદના સર્વોચ્ચ સ્તરે હતું. અધિકારીઓએ લોકોને નદીઓના નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી આપી છે, કારણ કે પાણીનું સ્તર વધી રહ્યું છે અને હજુ પણ ભારે વરસાદની સંભાવના છે. બેઇજિંગના અધિકારીઓએ સોમવારે રાત્રે 8 વાગ્યે ઉચ્ચ-સ્તરીય કટોકટી પ્રતિભાવ શરૂ કર્યો હતો. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય તું સુધી લોકોને ઘરોમાં રહેવા, શાળાઓ બંધ રાખવા, બાંધકામ કાર્ય સ્થગિત કરવા અને બહારના પર્યટન તેમજ અન્ય પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. બેઇજિંગમાં આજે સૌથી વધુ વરસાદની અપેક્ષા છે, કેટલાક વિસ્તારોમાં 30 સેન્ટિમીટર સુધી વરસાદનું અનુમાન છે. બેઇજિંગના વિવિધ જિલ્લાઓમાંથી 30,000થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જેમાં મિયુનમાંથી લગભગ 6400 લોકોનો સમાવેશ થાય છે. શિન્હુઆના અહેવાલ મુજબ, તિયાનજિન શહેરના નજીકના જિઝોઉ જિલ્લામાંથી વધુ 10,000 લોકોને ખસેડવામાં આવ્યા છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026