નેપાળમાં કુદરતનું તાંડવ: 45થી વધુના મોત, અનેક ગુમ, પ્રવાસીઓ પણ ફસાયા
October 05, 2025
નેપાળ પર સંકટના વાદળો દૂર થવાનું નામ લઈ રહ્યા નથી. પહેલાં કુત્રિમ (Gen Z હિંસા) અને હવે કુદરતે કહેર માંડ્યો છે. નેપાળમાં 36 કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂર આવતાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા છે, અનેક ગુમ છે. પ્રવાસીઓ પણ ફસાયા છે. તેમને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પોલીસના પ્રવક્તા બિનોદ ઘિમિરે જણાવ્યું હતું કે, જુદા-જુદા સ્થળો પર ભૂસ્ખલનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લોકો ઈજાગ્રસ્ત છે. દક્ષિણ નેપાળમાં વીજળી પડતાં ત્રણ લોકોના મોત થયા છે.
એનડીઆરઆરએમએના પ્રવક્તા શાંતિ મહતે જણાવ્યું હતું કે, પૂરના કારણે 11 લોકો વહી ગયા છે. તેમની શોધખોળ ચાલુ છે. ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે. આજે સવાર સુધીમાં સૂર્યોદય મ્યુનિસિપાલિટીમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા પાંચ, માંગસેબુંગ મ્યુનિસિપાલિટીમાં ત્રણ અને પૂર્વીય ઈલમમાં 28 લોકોના મોત થયાના અહેવાલ છે. વહીવટીતંત્રે રાહત કામગીરી શરૂ કરી છે.
પૂર અને ભૂસ્ખલનના કારણે નેપાળના ઉદયપુરમાં બે, રૌતહટમાં 3, રસુવામાં 4, અને કાઠમાંડૂમાં 1 વ્યક્તિનું મોત થયુ છે. જુદી-જુદી દુર્ઘટનામાં ખોટાંગ, ભોજપુર, રૌતહટ તથા મકવાનપુર જિલ્લામાં વીજ પડતાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પંચથર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં છના મોત થયા હતાં. પૂર્વીય નેપાળમાં રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. નેપાળની કોસી બૈરાજ નદીના તમામ 56 દરવાજા ખોલવામાં આવ્યા છે. વિસ્તારના એસએસપી પોખરેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ આપત્તિમાં મૃત્યુઆંક વધી શકે છે. હાલમાં નુકસાનની સમીક્ષા થઈ રહી છે. અત્યાર સુધીમાં મારી પાસે નુકસાન અને નુકસાનની માત્ર પ્રાથમિક વિગતો છે. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
Related Articles
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026