NCBએ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી, અનેકની ધરપકડ
June 06, 2023

NCBને મોટી સફળતા મળી છે. NCB ટીમે ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી છે. ડ્રગ સ્મગલર્સનું આ નેટવર્ક ઘણું મોટું છે અને સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ દરોડામાં NCBએ હજારો કરોડની કિંમતની નસીલી દવા લિસેર્જિક એસિડ ડાયથાઇલામાઇડ(LSD)નો જથ્થો પકડ્યો છે. NCBના આ દરોડામાં દેશભરમાં ફેલાયેલી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ દરોડા દરમિયાન ઘણા ડ્રગ સ્મગલરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દરોડાને લઈને NCB પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહી છે. ભારતીય નૌકાદળ સાથેના એક વિશેષ ઓપરેશનમાં ગયા મહિને એજન્સીએ કેરળના દરિયાકાંઠે એક બોટમાંથી 25 હજાર કરોડ રુપિયાની કિંમતનું 2,525 કિલો મેથામ્ફેટામાઇન પકડી પાડ્યુ હતું. સંજય કુમાર સિંઘ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલએ તેને એજન્સી માટે મૂલ્યમાં સૌથી મોટી ડ્રગ જપ્તી ગણાવી હતી. NCB અને નેવીએ હિંદ મહાસાગરમાં સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. તેના નાણાકીય મૂલ્યની દ્રષ્ટિએ આ સૌથી મોટી જપ્તી છે. તે ઈરાનના ચાબહાર બંદરથી શરૂ થઈ હતી અને ડ્રગ્સનો સ્ત્રોત પાકિસ્તાન છે. સમુદ્રગુપ્ત નામનું સ્પેશિયલ ઓપરેશન ફેબ્રુઆરી 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 4 હજાર કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
NCBની ટીમે હજારો કરોડની કિંમતની એલએસડી રિકવર કરવા સાથે અનેક ડ્રગ સ્મગલરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ NCB આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરશે. નેવી અને કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશનમાં NCBએ ભારતના કેરળના દરિયાકાંઠેથી ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ ઝડપ્યો હતો.
NCBની ટીમે હજારો કરોડની કિંમતની એલએસડી રિકવર કરવા સાથે અનેક ડ્રગ સ્મગલરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ NCB આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરશે. નેવી અને કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશનમાં NCBએ ભારતના કેરળના દરિયાકાંઠેથી ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ ઝડપ્યો હતો.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025