નેપાળ: ધરપકડના બીજા દિવસે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની તબિયત લથડી, હૃદયના ધબકારા વધ્યા
March 30, 2026
આ મામલો GEN-Z પ્રોટેસ્ટ દરમિયાન થયેલી દમનકારી કાર્યવાહી સાથે જોડાયેલો છે. તે સમયે કેપી શર્મા ઓલી વડાપ્રધાન હતા, જ્યારે રમેશ લેખક ગૃહમંત્રીના પદે હતા. આંદોલન દરમિયાન સુરક્ષા દળોની કાર્યવાહીને લઈને ગંભીર સવાલો ઉઠ્યા હતા અને માનવાધિકાર ઉલ્લંઘન તથા બિન જરૂરી બળ પ્રયોગના આરોપો લાગ્યા હતા. આ આરોપોની તપાસ માટે સુશીલા કાર્કીના નેતૃત્વવાળી વચગાળાની સરકારે એક પંચની રચના કરી હતી, જેણે પોતાના અહેવાલમાં ઓલી અને લેખક સહિત અનેક અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. આ ભલામણના આધારે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યા હતા અને ગઇકાલે શનિવારે સવારે બંને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.કોર્ટમાં રવિવારે પેશી દરમિયાન રમેશ લેખક પોતે હાજર રહ્યા હતા, જ્યારે સ્વાસ્થ્યના કારણોસર કેપી શર્મા ઓલી હોસ્પિટલમાંથી વર્ચ્યુઅલી હાજર થયા હતા. કોર્ટે બંનેને પોલીસ કસ્ટડીમાં મોકલીને તપાસ એજન્સીઓને પૂછપરછ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ઓલી નેપાળના રાજકારણના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ગણાય છે અને નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટી (UML)ના અધ્યક્ષ છે. આગામી પાંચ દિવસમાં પોલીસ ઓલી અને રમેશ લેખકની સઘન પૂછપરછ કરશે. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરશે કે આંદોલન દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોમાં તેમની શું ભૂમિકા હતી અને શું કોઈ પ્રકારનો ગુનાહિત કેસ બને છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, ઈરાનને મળશે 25 અબજ ડોલર: જાણો કેવી હશે US-ઈરાન પીસ ડીલ
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, ઈરાનને મળશે 25 અબ...
Jun 14, 2026
બુર્ખા વિરૂદ્ધ દેખાવો કરનારી મહિલાઓ પર તાલિબાનોનો ગોળીબાર : બાળક સહિત બેના મોત
બુર્ખા વિરૂદ્ધ દેખાવો કરનારી મહિલાઓ પર ત...
Jun 12, 2026
ટ્રમ્પ નરમ પડ્યા ! ઈરાન પર હુમલાની યોજના ટાળી, કહ્યું- ‘ટૂંક સમયમાં ડીલની જાહેરાત કરીશું’
ટ્રમ્પ નરમ પડ્યા ! ઈરાન પર હુમલાની યોજના...
Jun 12, 2026
અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યાનો આરોપ લગાવી અમેરિકાએ ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી, ઈરાને પણ વળતો જવાબ આપ્યો
અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યાનો આરોપ લગાવ...
Jun 10, 2026
પાકિસ્તાની સેના દ્વારા હવાઈ સરહદનું ઉલ્લંઘન, અફઘાનિસ્તાનમાં બોમ્બમારો કરતાં 11 માસૂમ બાળકો સહિત 13 લોકોના મોત
પાકિસ્તાની સેના દ્વારા હવાઈ સરહદનું ઉલ્લ...
Jun 10, 2026
અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! માત્ર 10 દિવસમાં ઇન્ટરવ્યૂ માટે યુએસ સરકારે શરૂ કર્યો નવો પ્લાન
અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! માત્ર 10...
Jun 09, 2026
Trending NEWS
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026