ગુજરાતમાં નવા 183 કોરોના કેસ, વડોદરામાં 6 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

June 07, 2025

વડોદરા : દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 5755ની પાર થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 391 નવા કેસ નોંધાયા છે અને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુ સહિતના 4 લોકોએ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાતમાં આજે શનિવારે (7 જૂન) કોરોનાના 183 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 822 પર પહોંચ્યા છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.