ગુજરાતમાં નવા 185 કોરોના કેસ, 980 એક્ટિવ કેસ, એકપણ મૃત્યુ નહીં
June 08, 2025
દિલ્હી ઃ દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં 8 જૂન સુધીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6133 ની પાર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં આજે રવિવારે (8 જૂન) કોરોનાના 185 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 980 પર પહોંચ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 185 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 980 પર પહોંચી ગઈ છે. જેમાંથી 32 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 948 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 27 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. ભારતમાં કોરોનાનું ઝડપથી વધી રહ્યું છે. અંદાજિત 15 દિવસમાં જ ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 30 ગણા વધી ગયા છે. 22 મેના રોજ કુલ એક્ટિવ કેસ 257 હતા, જે 8 જૂન સુધીમાં વધીને 6133 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોતની વાત કરીએ તો કેરળમાં ત્રણ કોરોનાના દર્દીના મોત થયા છે. જ્યારે કર્ણાટકમાં બે દર્દીના મોત થયા છે. આ સિવાય તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે.
Related Articles
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે ર...
Jul 22, 2026
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 5...
Jul 22, 2026
વલસાડમાં મેઘતાંડવથી જળબંબાકાર, કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ; 150થી વધુ માર્ગો બંધ
વલસાડમાં મેઘતાંડવથી જળબંબાકાર, કપરાડામાં...
Jul 22, 2026
'સુરત મનપા કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કર્યા?': નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે હાઈકોર્ટ સરકાર પર લાલઘૂમ
'સુરત મનપા કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કર્...
Jul 20, 2026
ગુજરાતનાં પડોશી રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, કેબિનેટની મહોર
ગુજરાતનાં પડોશી રાજ્યમાં લાગુ થશે યુનિફો...
Jul 19, 2026
મહેમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, પણ ટીમમાં ફાયર-AMCની બાદબાકી
મહેમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં...
Jul 19, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026