રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું નવું અપડેટ : હજુ 6000 કરોડથી વધુની નોટો બજારમાં ફરે છે
July 02, 2025
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. RBIના લેટેસ્ટ આંકડા મુજબ ભલે 2 વર્ષ પહેલા 2000ની નોટને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી પણ હાલમાં પણ બજારમાં 6,099 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટ છે.
19 મે 2023એ RBIએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. તે સમયે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટ બજારમાં હતી, હવે બે વર્ષ બાદ 30 જૂન 2025 સુધીમાં આ નોટનું મુલ્ય ઘટીને 6,099 કરોડ રૂપિયા રહી ગયું છે. એટલે કે આ સમયની અંદર 98.29 ટકા નોટ પરત આવી ચૂકી છે પણ હજુ 6000 કરોડથી વધુની નોટો બજારમાં છે.
RBIએ કહ્યું કે 2000 રૂપિયાની નોટને જમા કરવા કે બદલવાની સુવિધા અગાઉ 7 ઓક્ટોબર 2023 સુધી તમામ બેન્કોમાં ઉપલબ્ધ હતી પણ હવે તમે RBIની 19 ઈશ્યુ ઓફિસમાં જમા કરાવી શકો છો કે બદલાવી શકો છો. એઠલું જ નહીં 9 ઓક્ટોબર 2023થી RBIના ઈશ્યુ ઓફિસમાં લોકો આ નોટને પોતાના બેન્ક ખાતામાં જમા પણ કરાવી શકો છે. આ સિવાય તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં 2000 રૂપિયાની નોટ RBIની ઈશ્યુ ઓફિસમાં પણ મોકલી શકો છો. ત્યાંથી આ નોટ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જશે.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026