નવરાત્રિના નવ દિવસ રંગોનું છે ખાસ મહત્ત્વ, જાણો કયા દિવસે કયા રંગના વસ્ત્રો ધારણ કરવા છે શુભ

October 01, 2024

આ વખતે નવરાત્રિ 3 ઓક્ટોબર 2024થી શરૂ થવાની છે. પૂરા નવ દિવસ માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવશે કેમ કે દેવીના નવ રૂપોનું અલગ-અલગ મહત્વ હોય છે. આ દરમિયાન લોકો 9 દિવસ ઉપવાસ કરે છે અને પંડાલોમાં માતા દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરે છે. પૂરા નવ દિવસ નિયમથી ઘર અને પંડાલોમાં સવાર, સાંજ પૂજા અર્ચના અને આરતી થાય છે. નવરાત્રિમાં જેમ 9 રૂપો અને ભોગનું મહત્વ હોય છે. તેવી જ રીતે 9 દિવસ સુધી 9 રંગનું પણ મહત્વ હોય છે. 
નવરાત્રિમાં કયા દિવસે કયો રંગ પહેરવો

1. નવરાત્રિના પહેલા દિવસે તમે પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરો. આ માતા શૈલપુત્રીને પ્રિય છે.

2. બીજા દિવસે તમારે શાહી વાદળી રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. આ માતા બ્રહ્મચારિણીનો પ્રિય રંગ છે.

3. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજામાં પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેમની પૂજામાં તમે પીળા ફૂલનો ઉપયોગ કરી શકો છો.

4. ચોથા દિવસે તમારે સ્લેટી રંગનો ઉપયોગ કરવો જોઈએ. કુષ્માંડા માતાને આ રંગ પ્રિય છે.

5. આ સિવાય માતા સ્કંદમાતાની પૂજા અર્ચનામાં લીલા રંગનો ઉપયોગ કરો. તેનાથી દેવી મા ખૂબ પ્રસન્ન થાય છે. લીલો રંગ તમને નવું કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે.

6. છઠ્ઠા દિવસે તમારે લાલ રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. મા કાત્યાયનીને આ રંગ ખૂબ પ્રિય છે.

7. સાતમા દિવસે તમારે માતાની પૂજામાં સફેદ રંગોનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે મા કાલરાત્રિને તે ખૂબ પ્રિય છે.

8. આઠમા દિવસે મહાગૌરીની પૂજામાં ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ તેમને ખૂબ પ્રિય છે.

9. 9માં દિવસે સિદ્ધદાત્રી દેવીની પૂજામાં આસમાની વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી દેવી મા ખુશ થશે.

તો આ નવરાત્રિના 9 દિવસ સુધી તમે અલગ-અલગ રંગોનો ઉપયોગ કરીને પૂજા કરીને માતાના આશીર્વાદ મેળવી શકો છો.