આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ
June 25, 2025

અમદાવાદમાં શુક્રવારે (27 જૂન) જગન્નાથ ભગવાન નગરયાત્રાએ નીકળશે. જોકે, આ પહેલાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ છે. આજે ત્રણેય ભાઈ-બહેનના આંખે પાટા બાંધવામાં આવ્યા જે અષાઠી બીજે યાત્રાના આગમન પહેલાં મંગળા આરતીના સમયે ખોલવામાં આવશે. પરંપરા અનુસાર, મોસાળમાંથી ઘરે આવેલા ત્રણેય ભાઈ બહેનને આંખ આવતા તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. આ વિધિમાં સમિતિના ટ્રસ્ટી ઉપરાંત સંતો-મહંતોએ હાજરી આપી હતી.
આ નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા. આ સિવાય મંદિરમાં ધ્વજા રોહણ કરવામાં આવ્યું. જેમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન હાજર રહ્યા હતા. આ સિવાય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
27 જૂને યોજાનારી અમદાવાદની રથયાત્રામાં 18 ગજરાજો, 30 અખાડા, 18 ભજન મંડળી ભાગ લેશે. આ ઉપરાંત 1200 ખલાસીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાશે. મંદિર તરફથી 30 હજાર કિલોનો પ્રસાદ વહેંચાશે. રથયાત્રામાં બે લાખ ઉપેરણાં સહિતનો પ્રસાદ રખાશે. હાલમાં ભગવાન તેમના મોસાળ સરસપુર ખાતેના રણછોડરાય મંદિરમાં બિરાજમાન છે. આજે ભગવાન નિજ મંદિર પધારશે અને ભગવાનની નેત્રોત્સવ વિધિ થશે.
Related Articles
ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચર, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!
ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચ...
Jul 28, 2025
આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના જાતકો આગામી 1 મહિનો રહે સાવધાન...!
આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના...
Jul 15, 2025
આજે ગુરુપૂર્ણિમા: તમારી રાશિ અનુસાર કરો ઉપાય, જીવનની સમસ્યાઓથી મળશે છૂટકારો
આજે ગુરુપૂર્ણિમા: તમારી રાશિ અનુસાર કરો...
Jul 10, 2025
મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, સુખ-સમૃદ્ધિ દાતા ગુરુ થશે ઉદિત
મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે...
Jul 08, 2025
ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો શું છે કારણ
ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકોનું ભાગ્ય ચ...
Jul 07, 2025
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, માતાજીની કૃપા પ્રાપ્ત કરવા ઘરે જ કરો આ ઉપાય
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, મ...
Jun 30, 2025
Trending NEWS

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025