ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ દુર્લભ સંયોગ! જાણો ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
March 10, 2026
આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી 27 માર્ચ સુધી ઉજવવામાં આવશે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે પ્રતિપદા તિથિ પર વિધિવત રીતે કળશ સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજા સાથે નવરાત્રિનું સમાપન થશે. આ વખતે ઘટસ્થાપનાના દિવસે ત્રણ મોટા ખાસ યોગ બનશે. બીજી એક ખાસ વાત એ છે કે ઘટસ્થાપના દરમિયાન ચૈત્ર અમાસનો પ્રભાવ પણ રહેશે. તો ચાલો જાણીએ કે ચૈત્ર નવરાત્રીની તિથિ કઈ છે અને ઘટસ્થાપનાના દિવસે કયા શુભ યોગ બની રહ્યા છે.
ચૈત્ર નવરાત્રિ 2026ની તિથિ
હિન્દુ પંચાગ પ્રમાણે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 19 માર્ચે સવારે 6:52 વાગ્યે શરૂ થશે અને 20 માર્ચે સવારે 4:52 વાગ્યા સુધી રહેશે. 19 માર્ચે સૂર્યોદય અમાસ તિથિમાં જ થશે. તેથી ઘટસ્થાપના દરમિયાન અમાસનો પ્રભાવ પણ રહેશે. જ્યોતિષીઓનું કહેવું છે કે, આ દુર્લભ સંયોગ લગભગ 72 વર્ષ પછી બની રહ્યો છે.
પ્રતિપદા તિથિ પર 3 શુભ યોગ
શુક્લ યોગ- 19 માર્ચના રોજ સવારે શરૂ થઈને રાત્રે 01:17 વાગ્યા સુધી રહેશે.
બ્રહ્મ યોગ- 19 માર્ચની રાત્રે 01:17 વાગ્યે શરૂ થઈને 20 માર્ચની રાત સુધી પ્રભાવી રહેશે.
સર્વાર્થ સિદ્ધિ યોગ- 20 માર્ચના રોજ સવારે 4:05 વાગ્યાથી 6:25 વાગ્યા સુધી રહેશે.
કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત
19 માર્ચે કળશ સ્થાપના માટે બે ખાસ શુભ મુહૂર્ત જણાવવામાં આવ્યા છે. પ્રથમ શુભ મુહૂર્ત સવારે 6:02 વાગ્યાથી 7:43 વાગ્યા સુધીનું છે. બીજું શુભ મુહૂર્ત બપોરે 12:05 થી 12:53 સુધીનું છે.
9 દિવસ દેવીના 9 સ્વરૂપોનું પૂજન
પ્રથમ દિવસ, 19 માર્ચ: દેવી શૈલપુત્રીની પૂજા ઘટસ્થાપના
બીજો દિવસ, 20 માર્ચ: દેવી બ્રહ્મચારિણીની આરાધના
ત્રીજો દિવસ, 21 માર્ચ: દેવી ચંદ્રઘંટાની પૂજા
ચોથો દિવસ, 22 માર્ચ: દેવી કુષ્માંડાની આરાધના
પાંચમો દિવસ, 23 માર્ચ: દેવી સ્કંદમાતાની પૂજા
છઠ્ઠો દિવસ, 24 માર્ચ: દેવી કાત્યાયનીની આરાધના
સાતમો દિવસ, 25 માર્ચ: દેવી કાલરાત્રિની પૂજા
આઠમો દિવસ, 26 માર્ચ: દેવી મહાગૌરીની પૂજા
નવમો દિવસ, 27 માર્ચ: દેવી સિદ્ધિદાત્રીની પૂજા
દસમો દિવસ, 28 માર્ચ: પારણ તિથિ
Related Articles
બે દિવસ બાદ મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગોચર, 5 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે
બે દિવસ બાદ મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગ...
Oct 10, 2026
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મુસીબત બનશે, 42 દિવસો માટે રહેવું એલર્ટ
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મ...
Sep 30, 2026
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જાતકો પર, ધન લાભ સાથે તકલીફો થશે દૂર!
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જ...
Sep 26, 2026
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026