ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો શું છે કારણ
July 07, 2025

10 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા છે. આ દિવસે ગુરુ ગ્રહ મિથુન રાશિમાં છે. આવી સ્થિતિમાં ગુરુ પૂર્ણિમા પર ગુરુ ગ્રહનું મિથુન રાશિમાં હોવું એ તમને અનેક રીતે લાભ આપશે. તેને વ્યાસ પૂર્ણિમાં પણ કહેવામાં આવે છે, કારણ કે, મહર્ષિ વેદવ્યાસનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. તેમણે વેદોનું સંકલન અને મહાભારતની રચના કરી હતી. તમને જણાવી દઈએ કે, 9 જુલાઈના રોજ ગુરુનો ઉદય થશે. ત્યારબાદ 11 નવેમ્બર 2025ના રોજ ગુરુ વક્રી થશે. આવી સ્થિતિમાં અનેક રાશિઓ પર તેની અસર પડશે. હાલમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું મિથુન રાશિમાં હોવું એ કઈ રીતે રાશિઓને પ્રભાવિત કરશે તે જાણીએ. તમને જણાવી દઈએ કે, ગુરુને ધર્મ, સારું ભાગ્ય, આધ્યાત્મિક વિકાસ, જ્ઞાન અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે મિથુન રાશિમાં ગુરુ હોવાથી ઘણી રાશિના જાતકોને આ સંયોગનો લાભ મળશે. તેમને રિલેશનશિપથી લઈને જ્ઞાન વગેરેમાં પણ સકારાત્મક લાભ મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે મિથુન રાશિમાં ગુરુ તમને સારો સમય આપી રહ્યો છે, તમારા માટે સારી એનર્જી આવી રહી છે, જેનાથી તમને લાભ થશે. તમને પર્સનલ રિલેશનશિપમાં ફાયદો થશે. જો તમે લખાણ કે બોલવાના કોઈપણ પ્રોફેશમ સાથે જોડાયેલા છો, તો તમારા માટે પ્રગતિના નવા દરવાજા ખુલશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને નવા જ્ઞાનથી લાભ મળવાની શક્યતા છે, જેમ કે કોઈ વર્કશોપ, માસ્ટર પ્રોગ્રામ વગેરેથી તમારું કરિયર ચમકશે. આ સમયે તમારે પ્રેક્ટિકલ ટેવો અપનાવવી જોઈએ.
ધન રાશિ
આ સમયે ધન રાશિના જાતકોના ઈમોશનલી કનેક્શન ખૂબ મજબૂત થશે. તમે કોઈ ગુરુ વગેરે પાસેથી પોતાની લાઈફમાં માર્ગદર્શન મેળવશો.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે ગુરુનું ગોચર પાર્ટનરશિપ, સમાજમાં સન્માન વગરેની સ્થિતિ મજબૂત કરશે. જો તમે આ સમય દરમિયાન કોઈ પ્રોજેક્ટ કોઈના સહયોગથી શરૂ કરો છો, તો તમને લાભ થશે.
Related Articles
ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચર, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!
ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચ...
Jul 28, 2025
આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના જાતકો આગામી 1 મહિનો રહે સાવધાન...!
આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના...
Jul 15, 2025
આજે ગુરુપૂર્ણિમા: તમારી રાશિ અનુસાર કરો ઉપાય, જીવનની સમસ્યાઓથી મળશે છૂટકારો
આજે ગુરુપૂર્ણિમા: તમારી રાશિ અનુસાર કરો...
Jul 10, 2025
મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, સુખ-સમૃદ્ધિ દાતા ગુરુ થશે ઉદિત
મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે...
Jul 08, 2025
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, માતાજીની કૃપા પ્રાપ્ત કરવા ઘરે જ કરો આ ઉપાય
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, મ...
Jun 30, 2025
Trending NEWS

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025