ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, માતાજીની કૃપા પ્રાપ્ત કરવા ઘરે જ કરો આ ઉપાય
June 30, 2025

નવરાત્રિના નવ દિવસ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિના 9 દિવસ તંત્ર- મંત્ર સાધના અને 10 મહાવિદ્યાઓને પ્રસન્ન કરવા માટે વિશેષ માનવામાં આવે છે. અત્યારે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે. જે 26 જૂનના રોજ શરુ થઈ છે આ 4 જુલાઈ સુધી ચાલશે. જેમાં 3 જુલાઈને ગુપ્ત નવરાત્રિની આઠમની તિથિ છે. નવરાત્રિની આઠમે માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે તેમની કૃપા મેળવવા આ ખાસ દિવસ માનવામાં આવે છે. આ આઠમના રોજ કાંઈક ખાસ કામ કરી લો, જે દરેક મનોકામના પૂરી કરી શકે છે.
ગુપ્ત નવરાત્રિની આઠમની રાતે તાંત્રિક દેવી ભૈરવી, કાળી અથવા તારાની સાધના કરવામાં આવે છે. આ સાથે આ દિવસે દેવી બગલામુખીની પૂજા- સાધના કરવામાં આવે છે. આ ગુપ્ત નવરાત્રિની આઠમની તિથિ પર ઓમ હ્લીં બગલામુખી સર્વદુષ્ટાનાં વાચં મુખં પદં સ્તમ્ભય, જિવ્હા કીલય, બુદ્ધિં વિનાશ્ય હ્લીં ઓમ સ્વાહા:. મંત્રનો જાપ કરો.
હવન
આઠમના દિવસે હવન કરવો શુભ માનવામાં આવે છે, નવરાત્રિનું વ્રત-પૂજા, સાધના હવન કર્યા વગર અધુરો કહેવાય છે. આ વખતે ગુપ્ત નવરાત્રિની આઠમની તિથિએ હવન જરુર કરો. હવનમાં આહુતિ આપો. હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને દેવી - દેવતાઓની કૃપા જલ્દી મળે છે.
કન્યા પૂજન
કન્યા પૂજન માટે 2 થી 9 વર્ષની કન્યાઓને માં દેવીનું સ્વરુપ માનવામાં આવે છે. તેથી આ નવરાત્રિની આઠમે અથવા નોમની તિથિએ હવન કર્યા બાદ કન્યા પૂજન જરુર કરો. કન્યાઓને હલવો, પુરી વગેરેથી સમ્માનપૂર્વક ભોજન કરાવો, ભોજન પછી નાની મોટી કાંઈક ભેટ આપો, અને પગે લાગીને તેમના આશીર્વાદ લો. એવુ કરવાથી માં દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવી છે.
Related Articles
ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચર, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!
ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચ...
Jul 28, 2025
આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના જાતકો આગામી 1 મહિનો રહે સાવધાન...!
આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના...
Jul 15, 2025
આજે ગુરુપૂર્ણિમા: તમારી રાશિ અનુસાર કરો ઉપાય, જીવનની સમસ્યાઓથી મળશે છૂટકારો
આજે ગુરુપૂર્ણિમા: તમારી રાશિ અનુસાર કરો...
Jul 10, 2025
મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, સુખ-સમૃદ્ધિ દાતા ગુરુ થશે ઉદિત
મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે...
Jul 08, 2025
ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો શું છે કારણ
ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકોનું ભાગ્ય ચ...
Jul 07, 2025
Trending NEWS

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025

28 July, 2025