મણિપુરમાં આતંકવાદીઓના ગોળીબારમાં એક BSF જવાન શહીદ, અન્ય બે ઘાયલ
June 06, 2023

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આતંકવાદીઓના ગોળીબારમાં BSFનો એક જવાન શહીદ થયો છે. આ ઉપરાંત અન્ય બે જવાન પણ ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે.આજે મોડી રાત્રે સેરૌ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓના જૂથ વચ્ચેની ગોળીબારમાં BSFનો એક જવાન શહીદ થયો હતો જ્યારે આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ થયા હતા. આ ઘટના અંગેની જાણ સૈન્ય અધિકારીએ આપી હતી. ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે BSF એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે બે આસામ રાઈફલ્સના જવાનોને ગોળી વાગી હતી. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે. મણિપુરમાં સુગનુ - સેરૌના વિસ્તારોમાં આસામ રાઇફલ્સ, બીએસએફ અને પોલીસ દ્વારા વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. ગઈકાલ આખી રાત દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓના જૂથો વચ્ચે તૂટક તૂટક ગોળીબાર થયો હતો. સુરક્ષા દળોએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025