બાઇડેનનો વધુ એક મોટો નિર્ણય, 4 ભારતવંશી સહિત 1500 લોકોની સજા 'માફ' કરી!
December 13, 2024
મેક્સિકો : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કાર્યકાળ આગામી જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ જતાં જતાં તેઓ અનેક મોટા નિર્ણયો લેવામાં વ્યસ્ત છે. હવે તેમણે અમેરિકાની જેલોમાં કેદ 1500 જેટલાં કેદીઓની સજા ઘટાડવા કે માફ કરવાનો નિર્ણય લીધો છે. જેમાંથી ચાર તો ભારતીય મૂળના અમેરિકન છે.
રાષ્ટ્રપતિ બાઈડેને એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા સંભાવના અને બીજી તક આપવાના વાયદાના વળાંકે ઊભું છે. રાષ્ટ્રપતિ હોવાને લીધે મારી પાસે આવા લોકોને માફ કરવાનો વિશેષાધિકાર છે કે જેમને તેમના કરેલા કૃત્યો માટે પસ્તાવો અને દુઃખ છે અને જેઓ અમેરિકન સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માંગે છે. તેમાં ખાસ કરીને ડ્રગ્સના કેસમાં દોષિત ઠરેલા લોકોનો સમાવેશ થાય છે. બાઈડેને કહ્યું કે, એટલા માટે આજે હું આવા 39 લોકોની સજા માફ કરી રહ્યો છું અને લગભગ 1500 લોકોની સજા ઘટાડી રહ્યો છું. એમાં એવા લોકોની સંખ્યા વધારે હશે જેમની સજા ઘટી જશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં તાજેતરના સમયમાં એક જ દિવસમાં આપવામાં આવેલી આ સૌથી મોટી સજા માફી છે.
ખરેખર ડિસેમ્બર 2012 માં ડૉ. મીરા સચદેવાને છેતરપિંડીના દોષિત ઠેરવ્યા બાદ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેના પર 82 લાખ ડૉલરનો દંડ પણ લાદવામાં આવ્યો હતો. બાઈડેને પહેલા એવા 39 ગુનેગારોની સજા માફ કરી જેઓ હિંસક ગુનાઓમાં સામેલ ન હતા. આ સાથે ભારતીય મૂળના ચાર અમેરિકન નાગરિકોની સજા માફ કરવામાં આવી. જેમાં મીરા સચદેવા, બાબુભાઈ પટેલ, ક્રિષ્ના મોટે અને વિક્રમ દત્તા સામેલ છે.
Related Articles
વેનેઝુએલા પર હુમલાની સાથે જ દુનિયા બે ભાગમાં વહેંચાઈ, કેટલાકનો વિરોધ
વેનેઝુએલા પર હુમલાની સાથે જ દુનિયા બે ભા...
Jan 04, 2026
નાઇજીરિયાના ગામ પર બંદૂકધારીઓએ કર્યો હુમલો, 30ના મોત
નાઇજીરિયાના ગામ પર બંદૂકધારીઓએ કર્યો હુમ...
Jan 04, 2026
વેનેઝુએલા મુદ્દે UN પણ અમેરિકાથી નારાજ: કહ્યું- દુનિયા માટે ખતરનાક ઉદાહરણ ઊભું કર્યું
વેનેઝુએલા મુદ્દે UN પણ અમેરિકાથી નારાજ:...
Jan 04, 2026
ટ્રમ્પને ડ્રગ્સ કે લોકશાહી નહીં, ઓઈલની ચિંતા: કમલા હેરિસ
ટ્રમ્પને ડ્રગ્સ કે લોકશાહી નહીં, ઓઈલની ચ...
Jan 04, 2026
અમેરિકાએ ઘરમાં ઘૂસી પ્રમુખ માદુરોનું 'અપહરણ' કર્યું
અમેરિકાએ ઘરમાં ઘૂસી પ્રમુખ માદુરોનું 'અપ...
Jan 04, 2026
નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ! સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં વિસ્ફોટ, 40ના મોત, અનેક ઈજાગ્રસ્ત
નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ! સ્વિત્ઝ...
Jan 02, 2026
Trending NEWS
02 January, 2026
02 January, 2026
02 January, 2026
02 January, 2026
02 January, 2026
02 January, 2026
02 January, 2026
02 January, 2026
01 January, 2026
01 January, 2026