Breaking News :
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233 કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર

પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ-ફાયરિંગ, ચારના મોત, 20ને ઈજા, અનેક બિલ્ડિંગોને નુકસાન

May 19, 2025

પાકિસ્તાનના અશાંક બલૂચિસ્તાન પ્રાંતના એક માર્કેટમાં ભયાનક વિસ્ફોટ થયો છે, જેમાં ચાર લોકોના મોત અને 20 લોકોને ઈજા થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, અબ્દુલ્લા જિલ્લા સ્થિત જબ્બાર માર્કેટમાં રવિવારે વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે. મળતા અહેવાલો મુજબ વિસ્ફોટના કારણે અહીં અનેક દુકાનો ધરાશાયી છે અને અનેક દુકાનોમાં આગ લાગી છે. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ પણ કર્યું છે. અબ્દુલ્લા જિલ્લાના નાયબ કમિશનર રિયાજ ખાને કહ્યું કે, ‘વિસ્ફોટમાં ચાર લોકોના મોત અને 20 લોકો ઈજાગ્રસ્ત  થયા છે. પાકિસ્તાનના ચાર અર્ધલશ્કરી દળોનું એક ફ્રન્ટિયર કોર બિલ્ડિંગ પાછળ જબ્બાર માર્કેટ સ્થિત ધડાકો થયો હતો. અજાણ્યા હુમલાખોરોએ બિલ્ડિંગના કર્મચારીઓ પર આડેધડ ગોળીબાર પણ કર્યો છે.’ વિસ્ફોટ અને ફાયરિંગની ઘટના બાદ અધિકારીઓએ આખા વિસ્તારને ખાલી કરાવી સીલ કરી દેવાયો છે અને અજાણ્યા હુમલાખોરોને શોધી કાઢવા માટે ઓપરેશન શરૂ કરી દીધું છે.  ઉલ્લેખનીય છે કે, આ પહેલા બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લાના નાલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. નાલ વિસ્તારમાં એક ચેક પોસ્ટને નિશાન બનાવી ફાયરિંગ કરાતા ચાર કર્મચારીઓના મોત થયા હતા. બલૂચિસ્તામાં લગભગ બે દાયકાથી અશાંતિ ફેલાયેલી છે. અહીં અવારનવાર વિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં જ બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનના સુરક્ષા દળોને નિશાન બનાવી ઘાતક હુમલા કર્યા હતા.