પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, 'સામાજિક બંધારણ' તૈયાર
February 08, 2026
પંચમહાલ: પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની નવી લહેર જોવા મળી છે. જેમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજો, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે યોજાયેલી બેઠકમાં બંધારણ ઘડવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ થઈ છે. લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો દૂર કરી 'શિક્ષિત બનો અને સંગઠિત બનો'ના સૂત્રને સાર્થક કરવા ક્ષત્રિય સમાજ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભદ્રાલા ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં લાભી, ભદ્રાલા, હાંસાપુર, ધાંધલપુર અને સલામપુરા એમ પાંચ ગામોના ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સામાજિક પ્રસંગોને સરળ બનાવવા અને આર્થિક બોજ ઘટાડવા માટે સર્વાનુમતે એક 'સામાજિક બંધારણ' ઘડવામાં આવ્યું છે. નવા બંધારણની મુખ્ય જોગવાઈઓ મુજબ સોના-ચાંદીના દાગીના, લગ્ન પ્રસંગે વ્યવહારમાં આપવામાં આવતા સોના-ચાંદીના દાગીનાની સંખ્યા મર્યાદિત રાખવી, ખર્ચ પર નિયંત્રણ જેવા કે ડીજે મ્યુઝિક સિસ્ટમ, મોસાળું અને કપડાંની લેવડદેવડના બિનજરૂરી ખર્ચ બંધ કરવા, જમણવારમાં પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યામાં ઘટાડો કરવો. સાથે-સાથે નિયમોનું પાલન નહીં કરનારા તેમજ પ્રસંગોમાં દારૂ પીને આવનાર કે ઝઘડો કરનાર વ્યક્તિ સામે કડક દંડનીય કાર્યવાહી કરવી સહિતના નિર્ણયો લેવાયા છે. આ સાથે લગ્નમાં થતાં ખોટા ખર્ચાથી બચવા સમુહ લગ્નોમાં સંતાનોના લગ્ન કરાવવા સૂચન પણ કરાયુ હતું.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026