ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું PM મોદીએ કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
May 22, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેર ખાતે 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના 86 જિલ્લામાં રિડેવલપ થયેલા 103 અમૃત સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. કરણી માતાના મંદિરના દર્શન કર્યા બાદ PM મોદીએ કુલ રૂ. 26000 કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૃત રેલવે સ્ટેશન ખુલ્લા મૂક્યા હતાં. આ પ્રોજેક્ટમાં 1000 કિલોમીટરનો રેલવે ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાત મોટા રોડ પ્રોજેક્ટ ત્રણ વ્હિકલ અંડરપાસ, પાવરગ્રીડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને રાજસ્થાનનો 900 કિ.મી. નેશનલ હાઈ-વેના કામકાજ સામેલ હતા.
આ યોજનાનો ઉદ્દેશ દેશભરમાં 1,300થી વધુ રેલવે સ્ટેશનોને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાનો છે. જેમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના વિવિધ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
સામખીયાળી, મોરબી, હાપા, જામ વંથલી, કાનાલુસ, ઓખા, મીઠાપુર, રાજુલા, સિહોર, પાલીતાણા, મહુવા, જામ જોધપુર, લીંબડી, દેરોલ, કરમસદ, ઉત્રાણ, કોસંબા અને ડાકોર સહિતના સ્ટેશનોનો કાયાકલ્પ થઈ જશે.
રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1300 રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવાનો લક્ષ્યાંક છે, જેને એકીકૃત ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે. આ યોજના હેઠળ જ આજે વડાપ્રધાને રિડેવલપમેન્ટ કરાયેલા 103 રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું છે.
Related Articles
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં...
Jul 03, 2026
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે...
Jul 02, 2026
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધિકારી સસ્પેન્ડ, મનપાનું કાલે હાઈકોર્ટમાં સોગંદનામું
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધ...
Jul 01, 2026
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, અંડરપાસ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં...
Jul 01, 2026
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સૌથી વધુ વાપીમાં 4.13 ઈંચ ખાબક્યો
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદા...
Jul 01, 2026
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન! ગુજરાતમાં સોશિયલ મીડિયા 'વળગણ' ધરાવતા દર્દીની સંખ્યામાં 650 ટકાનો વધારો
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન!...
Jun 30, 2026
Trending NEWS
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026