PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી 'મેડ ઈન ઈન્ડિયા' સેમીકંડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે આડકતરો જવાબ પણ આપ્યો
September 02, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના આર્થિક વિકાસ પર નિવેદન આપતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આર્થિક પડકારો વચ્ચે પણ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો છે. પીએમ મોદીએ સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સનુ ઉદ્ધાટન કરતાં ભારતની પ્રથમ ઈન્ડિયા ચીપસેટ પણ રજૂ કરી હતી. ત્યારબાદ સંબોધનમાં ટ્રમ્પના ટેરિફ પર કટાક્ષ કર્યો હતો.
પીએમ મોદીએ સંબોધનમાં અમેરિકાનું નામ લીધા વિના કટાક્ષ કરતાં કહ્યું કે, વિશ્વના વિવિધ અર્થતંત્ર અમુક લોકોના આર્થિક સ્વાર્થના કારણે પડકારો અને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ પડકારો વચ્ચે ભારતે 7.8 ટકાનો જીડીપી ગ્રોથ હાંસલ કર્યો છે. જે તેના 6.5 ટકાના અંદાજ કરતાં વધુ છે. આ આંકડા ગતવર્ષે સમાન સમયગાળાની તુલનાએ 1.3 ટકા વધુ છે. છેલ્લા પાંચ ત્રિમાસિકમાં તે સૌથી વધુ જીડીપી ગ્રોથ છે. અગાઉ માર્ચ ત્રિમાસિક, 2024માં 8.4 ટકા જીડીપી નોંધાયો હતો. આ ગ્રોથ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, કૃષિ, અને કંસ્ટ્રક્શન સહિત તમામ સેક્ટર્સમાં નોંધનીય વિકાસને આભારી છે. આ ગ્રોથનો સિલસિલો ભારતને ઝડપથી ત્રીજી ટોચની ઈકોનોમી બનાવવા તરફ લઈ જઈ રહ્યો છે. હવે દિવસો દૂર નથી જ્યારે વિશ્વ કહેશેઃ ડિઝાઈન્ડ ઈન ઈન્ડિયા, મેડ ઈન ઈન્ડિયા, અને ટ્રસ્ટેડ બાય ધ વર્લ્ડ...
વડાપ્રધાન મોદીએ ભારતની પ્રથમ ચીપસેટ વિક્રમ 32 બીટ પ્રો ચીપ લોન્ચ કરતાં સેમિકોન ઈન્ડિયા 2025ની શરૂઆત કરી હતી. જેનું કોમર્શિયલ ઉત્પાદન આ વર્ષથી શરૂ થશે. ઈસરોના સેમિકંડક્ટર લેબોરેટરી દ્વારા વિક્રમ ચીપ તૈયાર કરવામાં આવી છે. જે ભારતની પ્રથમ મેક ઈન ઈન્ડિયા 32 બીટ માઈક્રો પ્રોસેસર છે. આ ચીપ કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે અત્યંત જરૂરી હિસ્સો છે. જે ડિવાઈસનું મગજ ગણાય છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026