Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

અમેરિકન ઉપપ્રમુખના દીકરાના બર્થ-ડેમાં સામેલ થયા પીએમ મોદી, વેન્સે આભાર વ્યક્ત કર્યો

February 12, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પેરિસમાં એઆઈ એક્શન સમિટથી અલગ અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ, તેમના ભારતીય મૂળના પત્ની ઉષા અને પુત્રો સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ વેન્સ પરિવારની સાથે મુલાકાત કરી પોતાની તસવીરોને એક્સ પર શેર કરી, જેમાં પીએમ વેન્સના પુત્ર ઈવાન અને વિવેક સાથે ઊભા છે. સાથે જ પીએમ વેન્સના પુત્ર વિવેકના બર્થડેમાં પણ સામેલ થયા અને તેને ગિફ્ટ પણ આપી. તો વેન્સે પીએમ મોદીને દયાળુ ગણાવતાં આભાર વ્યક્ત કર્યો છે. પીએમે અમેરિકન ઉપપ્રમુખના પરિવાર સાથે મુલાકાતની તસવીરોને એક્સ પર શેર કરી લખ્યું, 'અમેરિકન ઉપપ્રમુખ જે.ડી. વેન્સ અને તેમના પરિવારની સાથે એક અદ્ભુત બેઠક થઈ. અમે વિભિન્ન વિષયો પર ખૂબ વાતચીત કરી. તેમના પુત્ર વિવેકના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થઈને ખુશી થઈ.' અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે પીએમ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું, 'વડાપ્રધાન મોદી ખૂબ દયાળુ છે અને અમારા બાળકોએ હકીકતમાં ગિફ્ટ્સનો આનંદ ઉઠાવ્યો. હું આ અદ્ભુત વાતચીત માટે તેમનો આભારી છું.' આ પહેલા પીએમઓ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં વડાપ્રધાન વેન્સની સાથે દ્વિપક્ષીય ચર્ચા કરતાં નજર આવ્યા હતા. પીએમ મોદી અને અમેરિકન ઉપપ્રમુખની મુલાકાત શિખર સંમેલનમાં વેન્સના સંબોધનના તાત્કાલિક બાદ થઈ. જેમાં તેમણે ફ્રાન્સની સાથે સંમેલનના સહ-અધ્યક્ષ તરીકે એઆઈ પર પીએમ મોદીના સકારાત્મક વલણનું સ્વાગત કર્યું.  વેન્સે કહ્યું, 'હું પીએમ મોદીની વાતની પ્રશંસા કરું છું. એઆઈ લોકોને સુવિધા આપશે અને તેમને વધુ ઉત્પાદક બનાવશે. આ માણસોનું સ્થાન લેશે નહીં. આ ક્યારેય પણ માણસોનું સ્થાન લેશે નહીં.' 
વેન્સે જણાવ્યું કે 'મારો પુત્ર વિવેક 12 ફેબ્રુઆરીએ 5 વર્ષનો થઈ ગયો. તે પોતાના પિતાની જેમ મોડા સૂવે છે. આ માટે બાકી તમામના સૂઈ ગયા બાદ અમે બહાર ફરવા ગયા હતા. વિવેક પાંચ વર્ષનો થવાના અમુક મિનિટ પહેલા સૂઈ ગયો. જ્યારે મે આ દિવસ પર વિચાર કર્યો, મને એવું લાગે છે કે મારું જીવન અન્ય લોકોની તુલનામાં સરળ છે. હું દેશ માટે સેવા કરવાની તક અને સૌથી વધુ પોતાના પરિવાર માટે આભારી છું.' આ પહેલા તેમણે કહ્યું કે 'મે અત્યારે યુરોપીય અધિકારીઓની સાથે સાર્થક બેઠક કરી છે. આ બેઠકમાં ખાસ કરીને ટેક્નોલોજી અને એઆઈના મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડાને આગળ વધાર્યો છે. હંમેશાની જેમ અમેરિકાના લોકોની સેવા કરવા માટે પોતાને સન્માનિત અનુભવ કરાવી રહ્યો છું.'