વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ સફાળી જાગી, 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ
March 15, 2025
હાલ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ લથડતી નજરે પડી રહી છે. અસામાજિક તત્ત્વો જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય એવી રીતે આતંક મચાવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. એક ઘટના હજુ પતે નહીં ત્યાં બીજી ઘટના બને છે. ત્યારે અંતે ગુજરાત પોલીસની આંખો ઉઘડી હોય તેવું લાગી રહ્યું છે. વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યના પોલીસ વડાએ મોટો આદેશ આપતા જણાવ્યું છે કે, 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવે.
આગામી 100 કલાકમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે આજે શનિવારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં અસામાજિક ગુંડા તત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્ત્વોની યાદીમાં કેવા તત્ત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્ત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્ત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે. જેમાં આ તત્ત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી, આવા તત્ત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઉપરાંત આવા તત્ત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છૂટ્યા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષકને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
Related Articles
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવ...
Jul 05, 2026
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના સાગરીત પર હરિ સિન્ધી સહિત ત્રણનો હુમલો
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના...
Jul 05, 2026
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર...
Jul 05, 2026
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની...
Jul 04, 2026
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં...
Jul 03, 2026
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે...
Jul 02, 2026
Trending NEWS
04 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
02 July, 2026
02 July, 2026