સાક્ષી કેસમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ: ગરદન પર 6 -પેટમાં 10 ઘા ઝીંકાયા, સાહિલની યુપીના બુલંદશહેરથી ધરપકડ
May 30, 2023

દિલ્હીના શાહબાદ વિસ્તારમાં સગીર બાળકી સાક્ષીની હત્યાના મામલામાં હવે તેનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સાક્ષીના શરીર પર વારંવાર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે તેના શરીર પર છરીના 16 ઘા મળી આવ્યા છે.
ગરદન પર 6 અને પેટમાં 10 ઘા ઝીંકાયા. એટલું જ નહીં, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે માથા પર કોઈ ભારે વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનું માથું ફાટી ગયું હતું. પથ્થરના ઘા ઝીંકવાથી ખોપડી તૂટી ગઈ હતી. ઘટનાના CCTV વીડિયોમાં પણ હત્યાનો આરોપી સાહિલ સાક્ષીને પથ્થર જેવી ભારે વસ્તુ વડે મારતો જોવા મળે છે.
હત્યાની આ ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. દિલ્હી પોલીસે ઘટનાના એ જ દિવસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સાહિલ તરીકે થઈ હતી. તે એસી અને ફ્રીજ રિપેરિંગનું કામ કરે છે.
ધરપકડ બાદ દિલ્હી પોલીસે આરોપીની પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. સાહિલે પોલીસને જણાવ્યું કે તે બંને રિલેશનશિપમાં હતા અને તેને કોઈ અફસોસ નથી. તેણે કહ્યું કે સાક્ષી ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી, જેના કારણે તે ઘટના સમયે ગુસ્સે હતો.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025